Trump on Rising Oil Prices: મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલા સંઘર્ષને કારણે વિશ્વભરમાં તેલની કિંમતો આસમાને પહોંચી છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર લખ્યું કે, અમેરિકા વિશ્વનું સૌથી મોટું ઓઇલ ઉત્પાદક હોવાથી કિંમતો વધવાનો સીધો આર્થિક ફાયદો તેમને મળી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે અમેરિકાએ આ સ્થિતિમાં અઢળક પૈસા બનાવ્યા છે.
બીજી તરફ, ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ ચેતવણી આપી છે કે ઈરાન (Iran) ના હુમલાઓને કારણે તેલ સપ્લાયમાં ઇતિહાસનો સૌથી મોટો અવરોધ આવી શકે છે. હાલમાં હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) મારફતે થતી નિકાસ યુદ્ધ પહેલાના સ્તરના માત્ર 10% થી પણ ઓછી રહી ગઈ છે.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે IEA ના 32 સભ્ય દેશોએ તેમના ઈમરજન્સી સ્ટોક (Emergency Stock) માંથી 40 કરોડ બેરલ તેલ બજારમાં છોડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં તેલના ભાવ એટલા ઘટી જશે કે કોઈને અંદાજ પણ નહીં આવે. ભારત દ્વારા પણ વૈશ્વિક બજારમાં સ્થિરતા લાવવાના આ પગલાનું સ્વાગત કરવામાં આવ્યું છે.
