Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

અમેરિકી હુમલા બાદ ઈરાની જહાજ IRIS Bushehr શ્રીલંકાના કબજામાં; 208 સૈનિકોનું થશે રેસ્ક્યુ

Chief Editor March 6, 2026
Iran Ship Sri Lanka

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે હિંદ મહાસાગરમાં પણ જોવા મળી રહી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેમની સરકાર સત્તાવાર રીતે ઈરાની જહાજ IRIS Bushehr અને તેના ક્રૂ મેમ્બર્સનો કબજો લેશે.

આ નિર્ણય રાજદ્વારી મિશન અને જહાજના કેપ્ટન સાથેની લાંબી ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. આ જહાજે 4 અથવા 5 માર્ચના રોજ શ્રીલંકાના બંદરમાં પ્રવેશવાની મંજૂરી માંગી હતી.

શ્રીલંકાની નૌકાદળ પહેલાથી જ IRIS Bushehr પાસે પહોંચી ગઈ છે અને જહાજ પર સવાર 208 લોકોને સુરક્ષિત બહાર લાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ક્રૂમાં 53 અધિકારીઓ, 84 કેડેટ ઓફિસર્સ, 48 વરિષ્ઠ નાવિકો અને 21 અન્ય નાવિકોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના એક દિવસ પહેલા જ અમેરિકી સબમરીને ઈરાની ફ્રિગેટ IRIS Dena પર ટોર્પિડો છોડી તેને નષ્ટ કરી દીધું હતું, જેમાં 87 સૈનિકોના મોત થયા હતા.

અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથે આ હુમલાની પુષ્ટિ કરતા તેને વોશિંગ્ટન માટે મોટી જીત ગણાવી છે. આ જહાજ ભારતની વિશાખાપટ્ટનમમાં લશ્કરી કવાયત પૂર્ણ કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે તેના પર હુમલો થયો હતો. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ સામાન્ય સ્થિતિ નથી, કારણ કે આ જહાજ સીધું જ સંઘર્ષ સાથે જોડાયેલું છે. તેથી આ મામલે આંતરરાષ્ટ્રીય નિયમો અને સમજૂતીઓ મુજબ જ કામગીરી કરવામાં આવશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Iran (ઈરાન) Sri Lanka (શ્રીલંકા)

Post navigation

Previous: Iran War: સહયોગી દેશો પર કેમ ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ? બ્રિટન અને સ્પેન સામે નોંધાવ્યો વિરોધ
Next: વડોદરામાં દાદાએ 7 વર્ષની પૌત્રી સાથે કર્યા શારીરિક અડપલાં: પુત્રવધૂએ સસરા સામે નોંધાવી FIR
Follow

Recent Posts

  • ચિ. શ્રી શ્લોક બાવા (શ્રી વિઠ્ઠલનાથજી)ના શુભ યજ્ઞોપવીત સંસ્કારનાપાવનપ્રસંગનીઉજવણી તાજેતરમાંધર્મજમુકામે સંપન્ન
  • OFBJP શિકાગોમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી
  • આણંદમાં શરમજનક ઘટના: આંકલાવમાં શારીરિક અસક્ષમ યુવતી પર દુષ્કર્મ, પરિણીત શખ્સે ગર્ભવતી બનાવી
  • દિલ્હીમાં કેજરીવાલના નવા ઘરને લઈને ભાજપનો ‘શીશમહેલ પાર્ટ-2’નો આક્ષેપ
  • ઓડિશામાં કુતરાએ ઝેરી સાપ સામે લડીને 30 માસૂમ વિદ્યાર્થીઓના જીવ બચાવ્યા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.