Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ઉમર 12, 14, 16 વર્ષ… કોરિયન ગેમની લતને કારણે 3 સગી બહેનોએ 9મા માળેથી કૂદીને આત્મહત્યા કરી

Chief Editor February 4, 2026
ghaziabad-3-sisters-suicide-due-to-Korean-game-addiction

ghaziabad-3-sisters-suicide-due-to-Korean-game-addiction

3 sisters suicide in Ghaziabad | ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ (Ghaziabad)માં એક હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ભારત સિટી (Bharat City) સોસાયટીમાં રહેતી ત્રણ સગી બહેનોએ ઓનલાઇન ગેમ (Online Game) ની લતને કારણે નવમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પોલીસે આપેલી માહિતી મુજબ, 16 વર્ષની નિશિકા, 14 વર્ષની પ્રાચી અને 12 વર્ષની પાખીએ મંગળવારે રાત્રે 2 વાગ્યે એકસાથે આ પગલું ભર્યું હતું.

કોરિયન ગેમની હતી ભયંકર લત

Join Our WhatsApp Group

મૃતક યુવતીઓના પિતા ચેતન કુમારે જણાવ્યું કે, કોરોના કાળથી ત્રણેય દીકરીઓને મોબાઈલ ગેમની લત લાગી હતી. તેઓ કોરિયન લવ ગેમ (Korean Love Game) અને ટાસ્ક બેઝ્ડ ઓનલાઇન ગેમ્સ રમતી હતી. આ ગેમનું ઘેલું એટલું હતું કે તેઓએ છેલ્લા બે વર્ષથી શાળાએ જવાનું પણ બંધ કરી દીધું હતું. તેઓ દિવસભર એક જ રૂમમાં પુરાઈ રહેતી અને ઘણીવાર કહેતી કે અમારે ‘કોરિયા’ જવું છે.

ghaziabad-3-sisters-suicide-due-to-Korean-game-addiction

સુસાઈડ નોટમાં લખ્યું: “સોરી મમ્મી-પપ્પા, અમે ગેમ નથી છોડી શકતા”

પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી 18 પાનાની એક ડાયરી (Suicide Note) મળી આવી છે. જેમાં લખ્યું છે કે, “મમ્મી-પપ્પા સોરી, અમે ગેમ છોડી શકતા નથી. જે ગેમ તમે છોડાવવા માંગતા હતા, હવે તમને અહેસાસ થશે કે અમે તેને કેટલો પ્રેમ કરતા હતા.” પિતાએ જ્યારે દીકરીઓને ગેમ રમવા બાબતે ઠપકો આપ્યો, ત્યારે તેઓએ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે.

એકસાથે રહેતી અને એકસાથે જ મોતને વહાલી કરી

આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ત્રણેય બહેનો દરેક કામ સાથે કરતી હતી. પોલીસ તપાસ મુજબ, મોટી બહેન પ્રાચી અન્ય બેને ટાસ્ક આપતી હતી. રાત્રે 2:18 વાગ્યે જ્યારે સોસાયટીના ગાર્ડે અવાજ સાંભળ્યો ત્યારે આ ઘટનાની જાણ થઈ. 80 ફૂટની ઊંચાઈએથી પડવાને કારણે ત્રણેયના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Ghaziabad (ગાઝિયાબાદ) Online Game (ઓનલાઇન ગેમ) Suicide (આત્મહત્યા) Uttar Pradesh (ઉત્તર પ્રદેશ)

Post navigation

Previous: ઓસ્ટ્રેલિયામાં ગાંધીજીની આખે આખી પ્રતિમા ચોરાઈ
Next: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5,370 જગ્યાઓ પર ભરતીની જાહેરાત: 5 ફેબ્રુઆરીથી ફોર્મ ભરાશે
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.