Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

ચાંદી ₹2 લાખ અને સોનું ₹51,000 તૂટ્યું; ETF રોકાણકારોએ હવે હવે શું કરવું?

Chief Editor February 2, 2026
Gold and Silver

Gold Silver Price Drop India |વૈશ્વિક બજારની અસરને પગલે ભારતીય કોમોડિટી માર્કટ (MCX) માં સોના અને ચાંદીના ભાવમાં સોમવારે ભારે કડાકો (Crash) જોવા મળ્યો છે. ચાંદીની કિંમત તેના રેકોર્ડ હાઈ (Record High) સ્તરથી લગભગ અડધી થઈ ગઈ છે, જેના કારણે રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે.

કિંમતોમાં રેકોર્ડબ્રેક ઘટાડો (Record Price Drop)

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોમવારે બપોર સુધીમાં કિંમતોમાં નીચે મુજબનો મોટો ઘટાડો નોંધાયો હતો:

  • ચાંદી (Silver): ચાંદીના ભાવ ₹39,847 ઘટીને ₹2,25,000 પર આવી ગયા છે. નોંધનીય છે કે ચાંદી તેના ₹4.20 લાખના રેકોર્ડ લેવલથી લગભગ ₹1.95 લાખ જેટલી સસ્તી થઈ છે.

  • સોનું (Gold): સોનાના ભાવમાં પણ ₹8,000નો ઘટાડો થતા તે ₹1,39,599 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. જે તેના હાઈ લેવલ ₹1.93 લાખથી ₹51,000 જેટલું ઓછું છે.

ETFs માં લોઅર સર્કિટ (Gold-Silver ETFs Crash)

કિંમતો ઘટતા ગોલ્ડ અને સિલ્વર ઈટીએફ (ETFs) માં પણ જોરદાર વેચવાલી જોવા મળી છે:

  1. Silver ETFs: સિલ્વર ઈટીએફમાં 20% સુધીનો ઘટાડો જોવા મળ્યો અને તેમાં લોઅર સર્કિટ (Lower Circuit) લાગી હતી. એક અઠવાડિયામાં તે 35% જેટલા તૂટ્યા છે.

  2. Gold ETFs: ગોલ્ડ ઈટીએફમાં સોમવારે 8% અને અઠવાડિયામાં 15% નો ઘટાડો નોંધાયો છે.

કેમ ઘટ્યા ભાવ? (4 Main Reasons)

નિષ્ણાતોના મતે સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળ આ 4 મુખ્ય કારણો જવાબદાર છે:

  • ઔદ્યોગિક માંગ (Industrial Demand): ચાંદીની ઔદ્યોગિક માંગમાં ઘટાડો.

  • યુએસ ફેડરલ રિઝર્વ (US Fed Reserve): આગામી ચેરમેન તરીકે કેવિન વોશના નામની જાહેરાતની અસર.

  • શોર્ટ સેલિંગ (Short Selling): કોમોડિટી માર્કેટમાં મોટા પાયે થઈ રહેલી શોર્ટ સેલિંગ.

  • પ્રોફિટ બુકિંગ (Profit Booking): રોકાણકારો દ્વારા સતત કરવામાં આવી રહેલી વેચવાલી.

રોકાણકારો માટે નિષ્ણાતોની સલાહ (Expert Advice)

જો તમે ‘ફોમો’ (FOMO – Fear of Missing Out) ના કારણે મોંઘા ભાવે સોનું કે ચાંદી ખરીદ્યા છે, તો નિષ્ણાતો (Experts) નીચે મુજબની સલાહ આપે છે:

  • હાલમાં બજારમાં સ્થિરતા ન આવે ત્યાં સુધી સાવચેત રહેવું.

  • કોઈપણ મોટા ઘટાડા પર ‘બાય ઓન ડિપ્સ’ (Buy on dips) ની વ્યૂહરચના અપનાવી થોડી ખરીદી કરી શકાય.

  • તમારા કુલ પોર્ટફોલિયો (Portfolio) માં સોના-ચાંદીનું રોકાણ 10 થી 20 ટકાથી વધુ ન રાખવું જોઈએ.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ)

Post navigation

Previous: ઇન્સ્ટાગ્રામ એડ્સ : જાસૂસી કે યોગાનુયોગ? તમે જે બોલો છો તેની જ જાહેરાતો કેમ દેખાય છે?
Next: ઈરાનનો ‘વોર-રૂમ’ એક્ટિવ: અમેરિકા સામે યુદ્ધ માટે સજ્જ; સાઉદી, ઇજિપ્ત અને તુર્કી સાથે કૂટનીતિક ચર્ચાઓ તેજ
Follow

Recent Posts

  • મમતાને ધક્કા મારીને બહાર ફેંકી દો
  • રાજકારણથી દૂર ભાગતા વિજયે માતા-પિતા સામે જ કર્યો હતો કેસ; જાણો ‘થલાપતિ’ના સંઘર્ષની કથા
  • ગુજરાતમાં ડબલ ઋતુનો માર: 3 જિલ્લામાં માવઠું, અમદાવાદમાં ‘યલો એલર્ટ’ની આગાહી
  • વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ બાદ ‘લોકડાઉન’: સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને ઠાર માર્યો, એક બાળક ઇજાગ્રસ્ત
  • મંગળ અને શનિની કૃપાથી મેષ અને મકર સહિત 4 રાશિઓને થશે અઢળક ધનલાભ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.