Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગ્વાટેમાલામાં ભયાનક ગેંગવોર: 7 પોલીસ અધિકારીઓની હત્યા, દેશભરમાં ઈમરજન્સી જાહેર

Chief Editor January 19, 2026
Guatemala Emergency Gang Violence

Guatemala Emergency Gang Violence | મધ્ય અમેરિકાના દેશ ગ્વાટેમાલામાં (Guatemala) ગુનાહિત ગેંગ અને સુરક્ષા દળો વચ્ચે ફાટી નીકળેલા હિંસક સંઘર્ષ બાદ રાષ્ટ્રપતિ બર્નાર્ડો અરેવાલોએ સમગ્ર દેશમાં 30 દિવસ માટે કટોકટી (Emergency) જાહેર કરી છે. આ નિર્ણય રાજધાની ગ્વાટેમાલા સિટીમાં ગેંગવોર દરમિયાન 7 પોલીસ અધિકારીઓની હત્યા બાદ લેવામાં આવ્યો છે.

હિંસાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ‘બારિયો 18’ અને ‘MS-13’ જેવી ખતરનાક ગેંગના સભ્યોએ 3 હાઈ-સિક્યોરિટી જેલો (Maximum Security Jails) પર કબજો કરી લીધો હતો. કેદીઓએ જેલ પ્રશાસન દ્વારા આપવામાં આવતી સુવિધાઓમાં કાપ મૂકવાના વિરોધમાં 46 ગાર્ડ્સ અને કર્મચારીઓને બંધક (Hostages) બનાવ્યા હતા. રવિવારે સુરક્ષા દળોએ ઓપરેશન કરીને તમામ બંધકોને મુક્ત કરાવ્યા હતા, પરંતુ તેના બદલામાં ગેંગના સભ્યોએ પોલીસ પર હુમલા તેજ કર્યા હતા.

Join Our WhatsApp Group

ગૃહમંત્રી માર્કો એન્ટોનિયો વિલેડાએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર અપરાધીઓ સામે ઝૂકશે નહીં. આ હિંસામાં 7 પોલીસકર્મીઓના મોત થતા રાષ્ટ્રપતિએ 3 દિવસનો રાષ્ટ્રીય શોક (National Mourning) જાહેર કર્યો છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, “આ હુમલો જનતાને ડરાવવાનું કાવતરું છે, પરંતુ અમારી સુરક્ષા નીતિઓ સફળ થઈ રહી છે.”

શૈક્ષણિક સંસ્થાઓ બંધ

વધતા તણાવને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રાલયે સોમવાર, 19 જાન્યુઆરીના રોજ દેશભર (Guatemala)ની તમામ શાળાઓ અને વર્ગો સ્થગિત (Classes Suspended) રાખવાનો આદેશ આપ્યો છે. હાલમાં સેના (Army) અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ઘણી જેલોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Guatemala (ગ્વાટેમાલા)

Post navigation

Previous: Video: સ્પેનમાં બે હાઈ-સ્પીડ ટ્રેનો સામસામે અથડાઈ, 39 લોકોના કરૂણ મોત
Next: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સાયબર સુરક્ષા રીલ્સ સ્પર્ધા: જીતો રૂ. 15,000 સુધીના ઇનામો
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.