Upcoming Smartphones | જો તમે નવા વર્ષની શરૂઆતમાં સ્માર્ટફોન (Smartphone) ખરીદવાનું વિચારી રહ્યા છો, તો થોડી રાહ જોવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાન્યુઆરી 2026ના પહેલા અઠવાડિયામાં જ બજેટ અને મિડ-રેન્જ પ્રીમિયમ સેગમેન્ટમાં ઘણા નવા ડિવાઇસ લોન્ચ (Launch) થવા જઈ રહ્યા છે. Oppo, Realme અને Poco જેવી બ્રાન્ડ્સ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.
Realme 16 Pro સિરીઝ (Realme 16 Pro Series)
Realme જાન્યુઆરીની શરૂઆતમાં જ તેની Realme 16 Pro સિરીઝ ધમાકેદાર રીતે લોન્ચ કરશે. જેમાં Realme 16 Pro અને Pro Plus મોડલ સામેલ હશે.
મુખ્ય ફીચર્સ: 200MP પ્રાઇમરી કેમેરા, પાવરફુલ પ્રોસેસર અને નવું ડિઝાઇન.
લોન્ચ ડેટ: 6 જાન્યુઆરી, 2026 (Flipkart પર ઉપલબ્ધ થશે).
Redmi Note 15 5G
Redmi તેની લોકપ્રિય Note સિરીઝ હેઠળ Redmi Note 15 5G લોન્ચ કરવાની તૈયારીમાં છે.
પ્રોસેસર: સ્નેપડ્રેગન 6 Gen 3 (Snapdragon 6 Gen 3).
કેમેરા: 108-મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા.
અંદાજિત કિંમત: ₹20,000 થી ₹25,000 ની આસપાસ.
Oppo Reno 15 સિરીઝ (Oppo Reno 15 Series)
Oppo આ મહિને તેની સ્ટાઇલિશ Reno 15 સિરીઝ રજૂ કરી શકે છે. જેમાં Reno 15, Reno 15 Pro અને Reno 15 Mini જેવા વેરિઅન્ટ હોઈ શકે છે. આ ફોન્સ ખાસ કરીને તેના શાનદાર કેમેરા પર્ફોર્મન્સ માટે જાણીતા હશે.
POCO M8 (Budget Segment)
બજેટ સેગમેન્ટમાં (Budget Segment) Poco પણ તેનો નવો ફોન Poco M8 લોન્ચ કરવા જઈ રહ્યું છે.
માઇક્રોસાઇટ: Flipkart પર આ ફોનની માઇક્રોસાઇટ લાઇવ થઈ ગઈ છે.
ચિપસેટ: આ ડિવાઇસ પણ સ્નેપડ્રેગન 6 Gen 3 પ્રોસેસર સાથે આવી શકે છે.
ટીપ: જો તમે લેટેસ્ટ ટેકનોલોજી અને સારા કેમેરા ફીચર્સ ઈચ્છતા હોવ, તો 6 જાન્યુઆરી સુધીની રાહ જોવી વધુ હિતાવહ છે.
