Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

IndiGo Crisis : પાયલટની અછતની દેખરેખમાં બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ

Chief Editor December 12, 2025
IndiGo

IndiGo crisis DGCA sacks 4 flight operations inspectors for oversight

IndiGo Crisis | ઈન્ડિગો એરલાઈન્સમાં પાયલટની અછતના કારણે સર્જાયેલા સંકટ વચ્ચે, ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) એ મોટી કાર્યવાહી કરી છે. DGCA એ એરલાઈન માટે ‘પ્રિન્સિપલ ઓપરેશન્સ ઈન્સ્પેક્ટર’ (PIO) તરીકે નિયુક્ત ચાર ફ્લાઈટ ઓપરેશન્સ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા છે.

ડીજીસીએએ જણાવ્યું કે આ અધિકારીઓ પાયલટ સહિતના ક્રૂની સંખ્યા અને નિયત સંસાધનો પર યોગ્ય દેખરેખ રાખવામાં અને નિર્ણયો લેવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે આ સખત પગલું ભરવામાં આવ્યું છે. આ ચારેય અધિકારીઓ કોન્ટ્રાક્ટ પર DGCAમાં ઈન્ડિગોની સુરક્ષા અને ઓપરેશનલ દેખરેખ માટે જવાબદાર હતા.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

કાર્યવાહીનું મુખ્ય કારણ: નવા નિયમો છતાં પાયલટની ભરતી ન થવી

  • સૂત્રો અનુસાર, ઈન્ડિગો એરલાઈન્સને નવા ‘ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન’ (FDTL) અથવા ક્રૂ રોસ્ટરિંગ નિયમો વિશે સંપૂર્ણ જાણકારી હતી, જેના કારણે પાયલટની જરૂરિયાત વધવાની હતી.

  • એરલાઈને પાયલટની વધતી જતી જરૂરિયાતથી વાકેફ હોવા છતાં, પૂરતી ભરતી કરી નહોતી.

  • આ પાયલટની અછતને કારણે એરલાઈન નવા FDTL મુજબ કામગીરી કરી શકે તેમ નહોતી, અને વ્યાપકપણે ફ્લાઈટ કેન્સલેશન ટાળવા માટે DGCA એ એરબસ A320 એરક્રાફ્ટ માટે આ નિયમોનો અમલ 10 ફેબ્રુઆરી, 2026 સુધી મુલતવી રાખવો પડ્યો હતો.

ઈન્ડિગોમાં તણાવ અને પાયલટનો અસંતોષ

આ સમગ્ર વિવાદ છતાં, ઈન્ડિગો પાયલટની અછત હોવાનો ઇનકાર કરી રહી છે. જોકે, એરલાઇનના પાયલટ્સ અને મેનેજમેન્ટ વચ્ચે અવિશ્વાસ અને સંપૂર્ણ અસહમતિનું વાતાવરણ છે. પાયલટ્સમાં પગાર, મેડિકલ રજાની નીતિ અને રાત્રિના લેન્ડિંગના વધારાના પેમેન્ટ જેવા મુદ્દાઓ પર અસંતોષ પ્રવર્તી રહ્યો છે. DGCA એરલાઇનને ઝડપથી પાયલટની ભરતી કરવા માટે નિર્દેશ આપ્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: IndiGo (ઈન્ડિગો) Indigo Crisis (ઇન્ડિગો સંકટ)

Post navigation

Previous: શશિ થરૂરની ‘ગેરહાજરી’થી કોંગ્રેસમાં ચર્ચા: રાહુલ ગાંધીની બેઠકમાંથી વધુ એક સાંસદ ગેરહાજર
Next: Explainer: મહિલા-વિરોધી નફરતમાંથી જન્મેલો ઘરેલુ આતંકવાદ ‘ઇન્સેલ’ શું છે?
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ
  • પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન
  • વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન
  • IFFICO ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી બહુમતીથી વિજેતા
  • अमेरिका में बेटी की हत्या के बाद मां की गुहार, 8 महीने के नाती की कस्टडी के लिए भारत और अमेरिका सरकार से मांगी मदद
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.