Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

ઠક્કરબાપાની 156મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભામાં પુષ્પાંજલિ અર્પણ કરાઇ

Chief Editor November 29, 2025
Thakkar Bapa's 156th birth anniversary

Thakkar Bapa's 156th birth anniversary

“ઠક્કરબાપા”ના હૂલામણા નામથી જાણીતા શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની 156મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના સચિવશ્રી સહિત અધિકારી-કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ કૃતજ્ઞતાભાવે પુષ્પાંજલિ આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

અત્રે નોંધનીય છે કે, શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરનો જન્મ ભાવનગર ખાતે તા. 29મી નવેમ્બર, 1869માં થયો હતો. પૂજ્ય ઠક્કરબાપા મહાત્મા ગાંધીજીના પ્રિયજન તેમજ હરિજનો અને આદિવાસીઓના ઉદ્ધારક હતા. અનુકંપા અને દયાના ગુણો તેમને વારસામાં મળ્યા હતા. વર્ષ 1914માં તેઓ હિન્દ સેવક સમાજ સાથે સક્રિય રીતે જોડાઈ સર્વાંગી સમાજસેવા માટે સંકલ્પબદ્ધ બન્યા હતા.

પૂજ્ય ઠક્કરબાપાએ વર્ષ 1919 અને 1922માં ગુજરાત અને પંચમહાલના દુષ્કાળ વખતે આદિવાસીઓ માટે રાહત કામગીરી થકી અનાથ, નિરાધાર અને પીડિતો માટે ખૂબ ઉમદા કાર્ય કર્યું હતું. વર્ષ 1930માં અંગ્રેજો સામે અસહકારની લડતમાં તેમની ધરપકડ થઈ હતી અને દોઢ માસનો જેલવાસ પણ ભોગવ્યો હતો.

પૂજ્ય ઠક્કરબાપાએ અખિલ હિન્દ હરિજન સેવક સંઘના મંત્રી અને બંધારણસભાના સભ્ય થકી રાષ્ટ્રજીવનમાં પણ અગત્યની ભૂમિકા નિભાવી હતી. તેમણે બંધારણમાં હરિજનો-આદિવાસીઓ માટેના વિશિષ્ટ કલ્યાણને પ્રોત્સાહન આપ્યું હતું. પૂજ્ય ઠક્કરબાપાનું તા. 19મી જાન્યુઆરી, 1951ના રોજ નિધન થયું હતું. તેમનું સેવાયુક્ત જીવન, સમાનતા અને સામાજિક ન્યાય માટેનો સંદેશ આજે પણ લોકહૃદયમાં માર્ગદર્શક પ્રકાશસ્તંભ સમાન છે.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Gujarat Legislative Assembly (ગુજરાત વિધાનસભા) Thakkar Bapa (ઠક્કરબાપા)

Post navigation

Previous: SPCS-TX દિવાળી ઉત્સવ સફળ: સ્ત્રી શક્તિ, સંસ્કૃતિ અને એકતાનો ભવ્ય સંગમ!
Next: Bavla: જેકડા ગામે ઘરેલુ હિંસા અધિનિયમ પર કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો
Follow

Recent Posts

  • સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.