8 મે થી રાજકોટ-પોરબંદર સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર
પશ્ચિમ રેલવેએ રાજકોટ અને પોરબંદર વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ (મંગળવાર સિવાય) દોડનારી ટ્રેન નંબર 09595 રાજકોટ-પોરબંદર સ્પેશિયલ ના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. 8મી મે, 2023 થી આ ટ્રેન રાજકોટ સ્ટેશન થી 30 મિનિટ વહેલા ઉપડશે એટલે કે તેના હાલના 15.15 કલાકના સમયને બદલે 14.45 કલાકે ઉપડશે અને પોરબંદર સ્ટેશને 19.10 કલાકે પહોંચશે. નોંધનીય છે કે ટ્રેન નંબર 09596 પોરબંદર-રાજકોટ સ્પેશિયલ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

.
ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી માટે, કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો.
સુનિલ કુમાર મીના,
સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર,
પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
