Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

30 MOUs સાઈન..38 હજારથી વધુ યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી

Chief Editor December 27, 2023
27 v1

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-૨૦૨૪માં ૧૦ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- VGGS યોજાવા જઈ રહી છે. VGGS ૨૦૨૪ના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની અધ્યક્ષસ્થાને વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે કુલ રૂ. 24,707 કરોડના 30 MOUs સાઈન – એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. આ MOUsના અમલીકરણ થકી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે 38 હજારથી વધુ યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

“વાઈબ્રન્ટ ગુજરાત – ૨૦૨૪” હેઠળ આજે સમજૂતી કરાર થયા તેમાં મુખ્યત્વે મિનરલ્સ બેઇઝ્ડ પ્રોજેક્ટ, શહેરી વિકાસ હેઠળ નવીન આવાસ-કોમર્શીયલ બિલ્ડીંગ, ટાઉનશિપ, કેમિકલ્સ-પેટ્રોકેમિકલ, ફાર્મા, જ્વેલેરી ઉત્પાદન, ગ્રીન-સોલાર એનર્જી, ટેકસટાઇલ અને એપરલ પાર્ક, એન્જિનિયરિંગ, ઓટો, એનિમલ હેલ્થકેર, ઇથેનોલ ઉત્પાદન, ઔદ્યોગિક પાર્ક, વોટર સપ્લાય અને સ્કીલ ડેવલપમેન્ટ વગેરે ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

આ MOUs સાઈનિંગ કાર્યક્રમમાં સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્યસચિવ શ્રી એસ. જે. હૈદર સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ તેમજ વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા…

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કચ્છમાં નિર્માણ થઈ રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્ક-હાઇબ્રિડ એનર્જી પાર્કની કામગીરી પ્રગતિ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
Next: આદીવાસી સમૂહ લગ્નોત્સવ ઉજવાયો
Follow

Recent Posts

  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો
  • સોના-ચાંદીના ભાવમાં ભડકો: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનું ₹1.66 લાખને પાર, જાણો આજના લેટેસ્ટ ભાવ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.