Breaking News

ખાનગી ક્ષેત્રનું સન્માન કરો,

ટાટા જૂથમાં 7,50,000 કર્મચારીઓ છે.
L&Tમાં 3,38,000 લોકો કામ કરે છે.
ઈન્ફોસિસમાં 2,60,000 કર્મચારીઓ કામ કરે છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 2,60,000 કર્મચારીઓ કામ કરે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 2,36,000 કર્મચારીઓ કામ કરે છે.
અદાણી જૂથમાં 2,05,000 કર્મચારીઓ કામ કરે છે.
વિપ્રોમાં 2,10,000 કર્મચારીઓ કામ કરે છે.
HCLમાં 1,67,000 કર્મચારીઓ કામ કરે છે.
HDFC બેંકમાં 1,20,000 કર્મચારીઓ કામ કરે છે.
ICICI બેંકમાં 97,000 કર્મચારીઓ છે.
TVS જૂથમાં 60,000 કર્મચારીઓ કામ કરે છે.
માત્ર આ દસ કંપનીઓ મળીને આશરે 25 લાખ ભારતીયોને રોજગારી આપે છે – સન્માનજનક વેતન સાથે. તેમના ડાયરેક્ટ પેરોલ પરના આ એકમાત્ર આંકડા છે. ઓફ રોલ્સ સિવાય, સહયોગીઓ, ડીલરો, એજન્ટો, તેમના ઉત્પાદનો સંબંધિત સહાયક ઉત્પાદનો કંપનીઓ, પેકેજિંગ કંપનીઓ, પરિવહન ક્ષેત્ર વગેરે સૂચિ ખૂબ લાંબી છે.
જો કોઈ પણ કંપનીમાં સીધા 1 લાખ કર્મચારીઓ હોય, તો માની લો કે ઓછામાં ઓછા 4 લાખ લોકો છે, જેમનાં ઘર એ જ કંપનીના કારણે ચાલે છે.
આ માત્ર 10 મોટી કંપનીઓની વાત છે, દેશમાં હજારો ખાનગી કંપનીઓ છે જે નોકરીઓનું સર્જન કરી રહી છે, આ નોકરીઓ છેલ્લા 70 વર્ષમાં ભારતમાં સર્જાયેલી કેન્દ્ર સરકારની કુલ નોકરીઓ (48.34 લાખ)ના અડધાથી વધુ છે.


છેલ્લા 70 વર્ષમાં કર્ણાટક જેવા મોટા રાજ્યમાં સર્જાયેલી કુલ સરકારી નોકરીઓ કરતાં પણ આ 5 ગણી છે!
ખાનગી ક્ષેત્રનું સન્માન કરો, 🙏 તમારા રાજનૈતિક એજન્ડા અને પસંદ-નાપસંદના કારણે એવા કંપની માલિકોની મજાક નાં કરો, જેઓ દેશના વિકાસમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે તેઓ લાખો ભારતીયો માટે આજીવિકા ઉભી કરી રહ્યા છે.
ભારતની 3 પેઢીઓની આર્થિક ક્ષમતાને નષ્ટ કરનાર અસફળ સમાજવાદી રાજકારણીઓની વાત ન સાંભળો. તેમને પ્રશ્ન પૂછો કે શું આપણી પેઢીઓના ભવિષ્ય કરતાં તેમના રાજકીય દ્વેષ વધુ મહત્વના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post