Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૨૨મી જન્મજયંતીએ સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

H S July 6, 2023
6 shy3

સ્વ. શ્યામાપ્રસાદ મુખરજી “એક વિધાન-એક નિશાન-એક પ્રધાન” સિદ્ધાંતના શિલ્પકાર હતા : અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી
પ્રખર રાષ્ટ્રવાદી નેતા સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીએ દેશની એકતા, અખંડિતતા ટકાવી રાખવા અપ્રતિમ યોગદાન આપ્યું હતું
કલમ ૩૭૦ દુર કરીને આપણે આજે સ્વ. શ્યામાપ્રસાદને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે : શંકરભાઈ ચૌધરી

ગુજરાત વિધાનસભા ખાતે આજે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૨૨મી જન્મ જયંતી નિમિતે વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી તથા મંત્રી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતુ કે, સ્વ. શ્યામાપ્રસાદ મુખરજી “એક વિધાન-એક નિશાન-એક પ્રધાન” સિદ્ધાંતના શિલ્પકાર હતા. શિસ્ત અને શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન એમનામાં બાળપણથી જ થયા હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં તેમને ઉદ્યોગ અને પુરવઠા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. કાશ્મીર મુદ્દે તેઓ ખૂબ જ સક્રિય અને ચિંતિત હતા. કલમ ૩૭૦ને દુર કરીને આપણે આજે તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા રાજનીતિજ્ઞ, રાષ્ટ્રવાદી અને દેશભક્ત સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીને કોટિ કોટિ વંદન.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →


પ્રખર રાષ્ટ્રવાદી નેતા એવા શ્યામાપ્રસાદ મુખરજીએ દેશની એકતા, અખંડિતતા ટકાવી રાખવા અપ્રતિમ યોગદાન આપ્યું હતું. એમની દેશદાઝના અનેક સંસ્મરણો છે ત્યારે નવી પેઢીને દેશદાઝ માટે અનેરૂ યોગદાન પુરુ પાડશે. મહત્વપૂર્ણ છે કે, રાજયની ભાવિ પેઢી માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ બની રહેનાર રાષ્ટ્રના મહાનુભાવો અને આઝાદીની ચળવળના સ્વાતંત્ર્ય સેનાનીઓના તૈલચિત્રો વિધાનસભા બિલ્ડિંગ પોડિયમમાં મુકવામાં આવ્યા છે.


સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજ્ય મંત્રીશ્રી પ્રફુલ્લ પાનશેરિયા, ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગર પાલિકા મેયરશ્રી હિતેશ મકવાણા સહિતના અગ્રણીઓ, વિધાનસભા ખાતે કાર્યરત અધિકારી-કર્મચારીશ્રીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીને આદરાંજલિ પાઠવી હતી.


Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે પાલડી પોલીસ સ્ટેશનના ચાઈલ્ડ પોલીસ સ્ટેશન રૂમનું ઈ-લોકાર્પણ
Next: U20 મેયરલ સમિટમાં પધારેલા દેશ-વિદેશના ડેલિગેટ્સે ગાંધી આશ્રમની મુલાકાત લીધી
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • बे एरिया के इतिहास में पहली बार आयोजित होगा भव्य ‘रामायण ड्रोन शो’
  • બે એરિયાના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાશે ભવ્ય ‘રામાયણ ડ્રોન શો’
  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.