Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

રાજ્યભરમાં ૨૬૬ સ્થળો એ યોજાયેલ દ્વિ દિવસીય રવિ કૃષિમહોત્સવમાં ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતો થયા સહભાગી: કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

Chief Editor November 26, 2023
26 mah4

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના પીરાણાથી કરાવ્યો હતો શુભારંભ:બીજા દિવસે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ ખાતે સહભાગી બની આપ્યું માર્ગદર્શન
**
કૃષિ મહોત્સવના બે દિવસના કાર્યક્રમ દરમિયાન કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, સેવા-સેતુ, પશુ આરોગ્ય કેમ્પ અને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ ની મુલાકાત યોજાઈ
*
રાજ્યમાં કુલ ૨૬૮ પશુ આરોગ્ય કેમ્પ યોજાયા જેનો ૧૬૦૩૧ પશુપાલકોએ લાભ લીધો

કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજ્યના ખેડૂતોને રવિ ઋતુના પાકો વિશે આધુનિક તાંત્રિકતા અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બર દરમિયાન રવિ કૃષિ મહોત્સવ યોજાયો. રાજ્યભરમાં દ્વિ દિવસીય દરમ્યાન ૨૬૬ સ્થળો એ યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ માં ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતો સહભાગી થયા હતા.

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે,રાજ્યના કુલ ૨૬૬ સ્થળોએ યોજાયેલ રવિ કૃષિ મહોત્સવનો અમદાવાદ ના પીરાણા ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે
કૃષિમંત્રીશ્રી, કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી દેવુંસિંહ ચૌહાણ,ધારાસભ્યશ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, જિલ્લા તથા તાલુકાના પદાધિકારીઓ, ખેડૂત સંગઠનોના આગેવાનોની ઉપસ્થિતિમાં રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા તથા આધુનિક કૃષિ તકનીકી ઉપયોગ કરવા ખેડૂતોને સંદેશો આપ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત કૃષિ મંત્રીશ્રીએ રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી મહત્વની યોજનાઓની ખેડૂતોને મળી રહેલ લાભ વિશે જાણકારી આપી અને કૃષિ મહોત્સવનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે,સમગ્ર રાજ્યમાં યોજાયેલ આ મહોત્સવમાં રાજ્યમંત્રીમંડળના ૧૩ મંત્રીશ્રીઓ,૧૭સાંસદશ્રીઓ,૧૦૦ ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લા/તાલુકાપદાધિકારીઓ, સહકારી સંસ્થા તથા ખેડૂત સંગઠનના આગેવાનો મળીને કુલ ૨૦૯૨ પદાધિકારીઓ ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.

મંત્રી શ્રી એ ઉમેર્યું કે, કૃષિ મહોત્સવના બે દિવસના કાર્યક્રમ દરમિયાન કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, સેવા-સેતુ, પશુ આરોગ્ય કેમ્પ અને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ ની મુલાકાત યોજવામાં આવી હતી. કૃષિ મહોત્સવના કાર્યક્રમોમાં ૧૪ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ શંશોધન પુરસ્કાર તથા ૩૪૮ ખેડૂતોને આત્મા બેસ્ટ ફાર્મસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત કૃષિ પરિસંવાદમાં કુલ ૭૦૮ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કુલ ૧,૭૬,૮૦૮ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું તથા સાથે સાથે કુલ ૩૧૮ પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ વિશેના અનુભવો રજૂ કરીને પોતાના વિચારો રજૂ કર્યા હતા.

તેમણે કહ્યું કે,રવિ કૃષિ મહોત્સવમાં વિવિધ વિભાગો દ્વારા કુલ ૭૫૮૫ પ્રદર્શન સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા જેનો ૨,૧૦,૧૬૮ ખેડૂતોએ લાભ લીધો હતો.કૃષિ મહોત્સવ દરમિયાન વિવિધ કૃષિલક્ષી સહાય યોજના હેઠળ કુલ ૪૭૭૯ ખેડૂતોને અંદાજીત કુલ રૂપિયા ૧૫૭૮ લાખ મૂલ્યની સહાય માટે મંજૂરીપત્રો/સહાય પત્રો/ ચેક/ પૂર્વ મંજૂરી પત્ર નું વિતરણ કરવામાં આવ્યુ છે.

રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ સ્થળ પર મળી રહે તે હેતુસર સેવા સેતુ કાર્યક્રમ માટે કુલ ૨૪૯૮ સ્ટોલ ગોઠવવામાં આવેલ અને કુલ ૯૧૮૬૯ લાભાર્થીઓએ સ્ટોલની મુલાકાત લીધી.

મંત્રી શ્રી એ ઉમેર્યું કે,રવિ કૃષિ મહોત્સવના બે દિવસીય કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં કુલ ૨૬૮ પશુ આરોગ્ય કેમ્પ ગોઠવાયા જેનો કુલ ૧૬૦૩૧ પશુપાલકોએ લાભ લીધો.

કૃષિ મહોત્સવના બીજા દિવસે મંત્રીશ્રી દ્વારા એ.પી.એમ.સી, રાજકોટ ખાતે યોજાયેલ કૃષિ પ્રદર્શનની મુલાકાત લઇ ખેડૂતોને માર્ગદર્શિત અને પ્રોત્સાહિત કર્યા હતા. રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે કુલ ૪૨૦૮૬ ખેડૂતોએ કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લઇ માર્ગદર્શન મેળવ્યું છે.

આમ સમગ્ર રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ના કાર્યક્રમમાં કુલ ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતોએ લાભ લીધેલ છે

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અને ડૉ. આરતી પંડ્યા લિખિત ત્રણ પુસ્તકોનું વિમોચન
Next: આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની ૧૩૫મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ
Follow

Recent Posts

  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો
  • સોના-ચાંદીના ભાવમાં ભડકો: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનું ₹1.66 લાખને પાર, જાણો આજના લેટેસ્ટ ભાવ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.