Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

યુ.કે.ના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સને અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી

H S April 22, 2022
22 gandhi main2

યુ.કે.ના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સન 21 એપ્રિલથી ભારતના પ્રવાસે છે. ભારત પ્રવાસની શરૂઆત શ્રી બોરિસ જોન્સને ગુજરાતથી કરી છે. ગુજરાતની મુલાકાતે આવેલા યુ.કે.ના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સને અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમની સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. શ્રી બોરિસ જોન્સન હૃદયકુંજમાં ગાંધીજીની પાવનભુમિમાં આવીને ગાંધી વિચારોથી પ્રભાવિત થયા હતા. 

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ*


તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. હૃદયકુંજના વિવિધ ખંડો નિહાળી તેઓએ ગાંધીજીને પ્રિય એવા ચરખા પર કાંતણ કર્યું હતું અને ગાંધી આશ્રમ ખાતે આવેલી અમદાવાદ ગેલેરીની પણ મુલાકાત લીધી હતી. યુ.કે.ના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સને ઐતિહાસિક ગાંધી આશ્રમમાં આવેલી મીરા કુટીરની પણ મુલાકાત લીધી હતી. બ્રિટિશ લેડી મેડલીન સ્લેડ જેઓ બ્રિટિશ નાગરિક હતા. તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને ગાંધી આશ્રમ આવ્યા હતા અને તેઓ જે કુટિરમાં રહેતા હતા એ કુટીરનું નામ મીરા કુટીર રાખવમાં આવ્યું છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ*

 વિઝિટર્સ બુકમાં પોતાનો ભાવ વ્યક્ત કરતા યુ.કે.ના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સને લખ્યું કે, ‘મારી ગાંધી આશ્રમની મુલાકાત અવર્ણનીય છે. અને  ગાંધી આશ્રમમાં આવવાનો  મારો અનુભવ પણ ખૂબ જ સારો રહ્યો. સત્ય અને અહિંસાથી દુનિયા કેવી રીતે બદલી તેનું ઉદાહરણ સમગ્ર વિશ્વને ગાંધીજીએ પૂરું પાડ્યું છે…’ 

ગાંધી આશ્રમ તરફથી ‘ગાઈડ ટુ લંડન’ અને ‘ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન’ એમ બે પુસ્તકો યુ.કે.ના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સનને ભેટ સ્વરૂપે અપાયા

આ અવસરે ગાંધી આશ્રમ તરફથી ‘ગાઈડ ટુ લંડન’ અને ‘ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન’ એમ બે પુસ્તકો શ્રી જોન્સનને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: The Prime Minister of the United Kingdom Mr. Boris Johnson visits well renowned historical Gandhi Ashram in Ahmedabad
Next: The Prime Minister of the United Kingdom, Mr. Boris Johnson visits Gandhinagar’s world famous Akshardham
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.