Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

મુખ્યપ્રધાનને મળેલી ભેટોને ખરીદવી છે? …જોડો….https://cmgujmemento.gujarat.gov.in

Chief Editor January 3, 2025
3 gi1

ઇ-પોર્ટલના માધ્યમથી દેશની કોઈપણ વ્યક્તિ હરાજીમાં ભાગ લઈ શકે છે


ગાંધીનગર, 2 જાન્યુઆરી 2025: કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ રાજ્યની દીકરીઓને શિક્ષણ માટે આર્થિક સહાય આપવાના મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વર્ષ દરમિયાન મળતી અને તોશાખાનામાં જમા થતી ભેટસોગાદોની હરાજી કરીને, તેના વેચાણમાંથી મળતી આવકને કન્યાઓના શિક્ષણ માટે ઉપયોગમાં લેવાની પરંપરા શરૂ કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે એ જ પરંપરાને ટેક્નોલોજી સાથે જોડી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે તોશાખાનામાં જમા થતી ભેટ-સોગાદોના વેચાણ માટે ગત વર્ષે 2 ઓક્ટોબર, 2024ના રોજ ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

આ પોર્ટલ પર ઑક્શનના માધ્યમથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી જેવા ઉમદા હેતુ માટે કરવામાં આવે છે, જે સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
નોંધનીય બાબત એ છે કે, આ પોર્ટલ લૉન્ચ થયું ત્યારથી લઇને ડિસેમ્બર મહિના સુધીના ફક્ત 3 મહિનાના સમયગાળામાં 400થી પણ વધુ વસ્તુઓ હરાજી માટે મૂકવામાં આવી હતી, જે પૈકી 181 વસ્તુઓના વેચાણ થકી ₹36.97 લાખથી વધુની રકમ કન્યા કેળવણી નિધિમાં જમા કરવામાં આવી છે.

ઇ-પોર્ટલના માધ્યમથી દેશની કોઈપણ વ્યક્તિ હરાજીમાં ભાગ લઈ શકે છે

FILE PHOTO- Bhupendrabhai Patel

મુખ્યમંત્રીશ્રીને જાહેર સમારંભો તથા વિવિધ પ્રવાસ-મુલાકાતો દરમિયાન મળતી ભેટ-સોગાદોનું પારદર્શક રીતે વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી જેવા ઉમદા હેતુ માટે ઉપયોગ કરવાની ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પરંપરાને વધુ વ્યાપક બનાવવા માટે ગત વર્ષે રાજ્ય સરકારે https://cmgujmemento.gujarat.gov.in ઓનલાઈન પોર્ટલ લૉન્ચ કર્યું હતું. દેશના કોઈપણ ખૂણે વસતા લોકો આ પોર્ટલનો લાભ લઈને તોશાખાનાની ભેટ-સોગાદ ઇ-ઑક્શનથી ઓનલાઈન ખરીદી શકે છે. ઉલ્લેખનીય છે કે, પહેલાં આવી ભેટ-સોગાદોનું વેચાણ રાજ્ય કક્ષાએ યોજાતા મેળાવડામાં જાહેર હરાજી દ્વારા તથા જિલ્લા કલેક્ટરો દ્વારા જે-તે જિલ્લામાં જાહેર હરાજીથી કરવામાં આવતું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં નાણાં વિભાગે તેને ડિજિટલ સ્વરૂપ આપતાં ઠરાવમાં જરૂરી સુધારા કર્યા હતા.

ઇ-ઑક્શનથી ભેટ-સોગાદ ખરીદવાની પ્રક્રિયા શું હોય છે?

ઇ-ઓક્શનથી ભેટ-સોગાદ ખરીદવા માટે ઇ-હરાજી પોર્ટલમાં ખરીદકર્તાએ નોંધણી કરાવવાની હોય છે અને ત્યારબાદ બિડ સબમિટ કરવાની હોય છે. ઊંચી કિંમતની બિડ પ્રાપ્ત કરનારને ડિજિટલ પેમેન્ટથી કન્યા કેળવણી નિધિમાં પેમેન્ટ કરવાનું હોય છે. ખરીદ કરેલી વસ્તુની ડિલિવરી ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. (ગરવી) મારફતે સંબંધિત વ્યક્તિને પોસ્ટ દ્વારા કરવામાં આવે છે.

N-Code GNFC દ્વારા તૈયાર કરાયેલ આ પોર્ટલમાં ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. (ગરવી)એ NIFTની મદદથી ભેટ-સોગાદોની ફોટોગ્રાફી સહિત વસ્તુઓની કેટેગરી પ્રમાણે વર્ગીકરણ તથા તમામ વસ્તુઓનું અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં વિસ્તૃત વર્ણન પણ આપ્યું છે.

ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં ₹36 લાખ 97 હજારથી વધુ કન્યા કેળવણી નિધિમાં જમા થયા

તોશાખાનાની વસ્તુઓના વેચાણ માટે પોર્ટલ લૉન્ચ થયું ત્યારથી અત્યારસુધીમાં કુલ 427 વસ્તુઓ હરાજી માટે મૂકવામાં આવી હતી, જે પૈકી 379 વસ્તુઓ પર ₹74,16,937 નું બિડિંગ થયું છે તથા 181 વસ્તુઓના વેચાણથી ₹36,97,376 ઓનલાઈન માધ્યમથી કન્યા કેળવણી નિધિમાં જમા કરવામાં આવ્યા છે. આ પારદર્શક હરાજી પદ્ધતિની નોંધપાત્ર સફળતા દર્શાવે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ACMA ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન
Next: ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • ટેકનોલોજી-આધારિત સ્ટાર્ટ-અપ્સ માટે ગ્રોથ ફંડનું લોન્ચિંગ
  • लॉस एंजिल्स में दिवाली और हनुक्का का जश्न, भारतीय-यहूदी समुदाय एक मंच पर आए
  • લોસ એન્જલસમાં દિવાળી અને હનુક્કાહની ઉજવણી: ભારતીય-યહૂદી સમુદાયો એક મંચ પર આવ્યા
  • चुनाव में भारतीय मूल के उम्मीदवारों का दबदबा: पिया, सुहास और अरुणा की जीत
  • અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો: પિયા, સુહાસ અને અરુણા મિલરની જીત
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.