Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

બાબાસાહેબ આંબેડકર લાઇબ્રેરી’નું લોકાર્પણ અને પ્રતિમાનું અનાવરણ

Chief Editor November 26, 2026
26 am2

 

…….

સંવિધાન દિવસના અવસરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹૨.૪૭ કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

પુસ્તકાલયનું લોકાર્પણ
……..

લોકાર્પિત લાઇબ્રેરી સરદારનગર, કુબેરનગર અને કોતરપુર વિસ્તારના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે

ઘરઆંગણે શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડશે
……..

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો અને વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી સંવિધાન
દિવસના પાવન અવસરે ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં અદ્યતન સુવિધાસભર ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર લાઇબ્રેરી’નું લોકાર્પણ તથા ‘ડૉ.
બાબાસાહેબ આંબેડકર પ્રતિમા’નું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા તથા શિક્ષણ વિભાગના મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના વરદહસ્તે લાઇબ્રેરી અને
પ્રતિમાનું લોકાર્પણ-અનાવરણ સંપન્ન થયું હતું, જ્યારે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની ગરિમામય ઉપસ્થિતિ રહી
હતી.
આ પ્રસંગે મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, સંવિધાનના શિલ્પી ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને સંવિધાન દિવસે
પુસ્તકાલયના લોકાર્પણથી વિશેષ બીજી કોઈ શ્રદ્ધાંજલિ હોઈ શકે નહીં. અંદાજે ૨,૩૩૮ ચોરસ મીટર વિસ્તારમાં રૂ. ૨.૪૭ કરોડના ખર્ચે
નિર્મિત આ પુસ્તકાલયમાં ૨૧૪ જેટલા વિદ્યાર્થીઓ અને નાગરિકો એકસાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં અભ્યાસ કરી શકશે. તેમણે પુસ્તકાલયને
વ્યક્તિત્વ ઘડતરનું પવિત્ર મંદિર ગણાવતા ઉમેર્યું હતું કે, પુસ્તકો મૌન રહીને પણ જીવનના મહત્વના પાઠ શીખવે છે, જે આ વિસ્તારના
યુવાનોના સપનાઓને નવી દિશા અને ઊંચાઈ આપશે.


શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ ડૉ. આંબેડકરના ‘શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો’ના સૂત્રને યાદ
કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૫થી ૨૬ નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી છે.
તેમણે સરદારનગર, કુબેરનગર અને કોતરપુર વિસ્તારના વિદ્યાર્થીઓને આ અદ્યતન લાઇબ્રેરીનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી. તેમણે
વધુમાં કહ્યું હતું કે, વર્તમાન પારદર્શક વહીવટમાં કોઈપણ ભલામણ વગર માત્ર મેરિટ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના આધારે સરકારી નોકરીઓ
મળી રહી છે, ત્યારે આ લાઇબ્રેરી વિસ્તારના યુવાનોને આઈએએસ (IAS) અને આઈપીએસ (IPS) જેવા ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચવામાં
મદદરૂપ બનશે.
નરોડાના ધારાસભ્ય ડૉ. પાયલબહેન કુકરાણીએ આ પ્રસંગે પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, અગાઉ આ
વિસ્તારના વિદ્યાર્થીઓને વાંચન માટે શાહીબાગ કે મેમકો સુધી જવું પડતું હતું, પરંતુ હવે ઘરઆંગણે જ શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ બની છે. તેમણે
ઉમેર્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ જ્ઞાનની શક્તિ મેળવીને દેશને શ્રેષ્ઠ બંધારણ આપ્યું હતું, તે જ રીતે
શિક્ષણ અને સંકલ્પ કોઈપણ વ્યક્તિનું જીવન અને તકદીર બદલી શકે છે.
આ પ્રસંગે સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, પૂર્વ મંત્રી શ્રીમતી નિર્મળાબહેન, શાસક પક્ષના નેતા શ્રી
જસુભાઈ ઠાકોર તેમજ વોર્ડના કાઉન્સિલરશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ
પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, આમંત્રિત મહેમાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: અમેરીકાના કેલિફોર્નિયાના એનાહેમમાં તુલસી વિવાહ
Next: કેનેડામાં કેરળની મહિલાને રૂ. 30 કરોડની લોટરી લાગી, જીતેલી રકમથી કરશે બે મોટા કામ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • કેનેડામાં કેરળની મહિલાને રૂ. 30 કરોડની લોટરી લાગી, જીતેલી રકમથી કરશે બે મોટા કામ
  • બાબાસાહેબ આંબેડકર લાઇબ્રેરી’નું લોકાર્પણ અને પ્રતિમાનું અનાવરણ
  • અમેરીકાના કેલિફોર્નિયાના એનાહેમમાં તુલસી વિવાહ
  • જેન્સન હુઆંગ ફરી NVIDIAના CEO
  • અમદાવાદ રેલવે સ્ટેશન પર એલિવેટેડ રોડ બંધ, પાર્કિંગ સુવિધાની નોંધ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.