‘ફાલસાની ખેતી – વેલ્યુ એડીશન’….’ફાલસાનો પલ્પ, આવકનો જમ્પ’

આજે વાત કરવી છે વાંચના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત અમિતભાઈની. વ્યવસાયે પ્રિન્ટિંગ પ્રેસના કારોબાર સાથે સંકળાયેલા વાંચના ખેડૂત અમિતભાઈ શાહ બાગાયતી ખેતી સાથે પણ દિલથી જોડાયેલા છે. પોતાની 1.12 હેકટર જમીન ઉપરાંત ભાડા પેટે અન્ય 1 હેકટર જમીન મેળવીને ફાલસા, પપૈયા અને આમળાંની બાગાયતી ખેતી કરતા અમિતભાઈ બાગાયત વિભાગના માર્ગદર્શન અને સહાય દ્વારા યોગ્ય વાવેતર અને આયોજન થકી સારો નફો મેળવી રહ્યાં છે.

ફાલસાના ફળ ઉપરાંત ફાલસાના પલ્પના વેચાણ થકી સારો નફો મેળવતા અમિતભાઈએ બાગાયતી પાકોના કોમર્શિયલાઈઝેશનમાં નવો ચીલો ચાતર્યો છે. ફાલસા અને અન્ય બાગાયતી પાકોની ખેતી અને તેમાં બાગાયત વિભાગ દ્વારા મળતા માર્ગદર્શન વિશે વાત કરતા અમિતભાઈ જણાવે છે કે પાંચેક વીઘા જેટલા વાવેતરમાં 6 થી 7 હજાર કિલો જેટલું ફાલસાનું ઉત્પાદન મળતું હોય છે. ડિસેમ્બર માસમાં ફાલસાના પાકને કાપણી કરીને રાખવામાં આવે છે, જેનું ઉત્પાદન માર્ચ – એપ્રિલ આસપાસ મળવા પામતું હોય છે. ફાલસાના કુલ ઉત્પાદનમાંથી તેઓ ફાલસા સીધા બજારમાં પણ વેચે છે અને પલ્પ બનાવીને પણ વેચાણ કરે છે. ફાલસાના પલ્પનો 350 રૂપિયા પ્રતિકિલો જેટલો બજારભાવ મળી રહેતો હોય છે, જ્યારે સીઝનમાં ફાલસાનો ભાવ પણ 70 થી 100 રૂપિયા પ્રતિકીલો જેવો મળી રહેતો હોય છે. આ ઉપરાંત, આ વખતે 2.5 વીઘા જેટલી જમીનમાં તેમણે આમળાંનું વાવેતર કર્યું છે અને તેમાં આંતરપાક તરીકે પપૈયાનું વાવેતર કરેલું છે. બાગાયતી ખેતીમાં અન્ય ખેતીની સરખામણીમાં ઓછી મહેનતમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ફાલસાની કુલ ₹3 લાખ જેટલી આવકમાંથી ચોખ્ખો ₹2.5 લાખ જેટલો નફો મળતો હોય છે. રાજ્યસરકારના બાગાયત વિભાગના માર્ગદર્શન થકી અમિતભાઈ ફળપાકોનું આયોજનપૂર્વક વાવતેર કરીને સારું ઉત્પાદન અને નફો મેળવી રહ્યાં છે. આ ઉપરાંત, અમિતભાઇએ ફળ પાક વાવેતરમાં બાગાયત વિભાગ તરફથી ₹12000 ની સહાય મેળવેલ છે તેમજ ચાલુ વર્ષે તેઓએ પપૈયાના પાકમાં સહાય માટે અને મિનિમલ પ્રોસેસિંગ યુનિટ માટે પણ બાગાયત વિભાગની સહાય માટે અરજી કરવાના છે.વાંચ ગામના અમિતભાઈએ ફાલસાની ખેતી અને તેના પલ્પના વેચાણ થકી બાગાયતી પાકોના કોમર્શિયલાઈઝેશનમાં નવો ચીલો ચાતર્યો

બાગાયત વિભાગના માર્ગદર્શન અને સહાય દ્વારા ફાલસા, પપૈયા અને આમળાંની નફાકારક બાગાયતી ખેતી કરતા અમિતભાઈ

ખેડૂતોને બાગાયતી ખેતી માટે માર્ગદર્શન સહિત વિવિધ યોજનાઓના લાભ સીધા મળી રહે તે માટે યોગ્ય દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે :- જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવે

અમદાવાદના દસક્રોઈ તાલુકાનું વાંચ ગામ મુખ્યત્વે ફટાકડાના કારખાનાઓ માટે જાણીતું છે. ફટાકડા બાદ ફાલસાની બાગાયતી ખેતી આ ગામની નવી ઓળખ બની રહી છે. ગામમાં મોટાપાયે થતાં ફાલસાના વાવેતર અને ઉત્પાદને વાંચ ગામને નવી ઓળખ આપી છે.

અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવેએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વધુ ને વધુ ખેડૂતો બાગાયતી ખેતી અપનાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને બાગાયત વિભાગ દ્વારા સકારાત્મક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ખેડૂતોને બાગાયતી ખેતી માટે માર્ગદર્શન સહિત વિવિધ યોજનાઓના લાભ સીધા મળી રહે તે માટે યોગ્ય દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જિલ્લાના ખેડૂતો વધુને વધુ પ્રમાણમાં પ્રાકૃતિક ખેતીને અપનાવે તે માટે પણ ખેડૂતોને તાલીમ આપવા સહિતના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેમાં અવ્વલ હોવાથી અને પ્રકૃતિમાં ઠંડા હોવાથી ઉનાળામાં ફાલસાની બજારમાં ખૂબ જ ડિમાન્ડ રહેતી હોય છે. ફાલસાના પલ્પ, શરબત, શોટ્સ સહિત અન્ય ઘણી રીતે લોકો ઉનાળામાં ફાલસાની મજા માણતા હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ, વિટામીન અને ફાઇબરથી ભરપૂર ‘નેચરલ કૂલિંગ એજન્ટ’ તરીકે ઓળખાતા ફાલસા હિટ સ્ટ્રોક સામે રક્ષણ આપવા ઉપરાંત બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા સહિત હાયપરટેન્શન અને અનેમિયા જેવા રોગોમાં પણ ઉપયોગી સાબિત થાય છે.

H S

Recent Posts

અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ

THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…

19 hours ago

અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો

Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…

19 hours ago

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

3 days ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

3 days ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

3 days ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

3 days ago