Ahmedabad News

પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દિકરીને પોર્ટુગલથી સહી સલામત ગુજરાત પરત લવાઈ

ભારત સરકારના સહયોગથી મળી સફળતા: પરિવારજનોએ માન્યો કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર
……

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનો સંવેદનશીલ અભિગમ
26-8

રાજ્યની બહેન-દિકરીઓને સુરક્ષિત રાખવા અને તેમને પડતી મુશ્કેલીઓનું ત્વરિત નિરાકરણ લાવવા રાજ્ય સરકાર સતત ચિંતિત છે. પોર્ટુગલ ખાતે રહેતી અને પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દિકરીને સહી સલામતરીતે ગુજરાત પરત લવાઈ છે.

ગુજરાતના વતની શ્રી અશોકભાઇ ચૌહણે રાજ્યના ગૃહ અને એન.આર.જી.મંત્રીશ્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી કે, તેમની દિકરી શ્રીમતિ જિનલબેન રાહુલકુમાર વર્મા તેમના પતિ સાથે પોર્ટુગલ ખાતે વસવાટ કરે છે અને તેના પતિ દ્વારા તેમની દીકરીને શારિરીક અને માનસિક હેરાનગતિ કરવામાં આવે છે. એટલુ જ નહિ, આ દિકરીને પતિ દ્વારા નજર કેદમાં રાખીને હેરાન પરેશાન કરી દેવામા આવી છે. તેથી દિકરીને સહી સલામત ગુજરાત પરત લાવવા રજૂઆત કરી હતી.

આ રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના સંવેદનશીલ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ દિકરીને ત્વરિત ગુજરાત લાવવા કાર્યવાહી કરવા કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી જરૂરી સહયોગ આપવા વિનંતી કરી હતી. જેના પરિણામે પોર્ટુગલથી ગુજરાતની દિકરીને સહી સલામતરીતે ગુજરાત પરત લાવવામાં સફળતા મળી છે. દિકરીના પરિવારજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.

અરજદાર દ્વારા જણાવ્યાનુસાર તેઓની પુત્રીના પાસપોર્ટ સહિતના કાગળો તેણીના પતિ પાસે હોવાથી દિકરીને હેરાન કરવામાં આવતી હતી. આ અંગે અરજદારને ગૃહ રાજ્યમંત્રી શ્રી દ્વારા રૂબરૂમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ અરજદારની રજુઆત બિન નિવાસી ગુજરાતી પ્રભાગની કચેરી દ્વારા પોર્ટુગલ ખાતે આવેલ ભારતની એલચી કચેરીને અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને ઘટતી કાર્યવાહી હેતુ ઇમેઇલથી મોકલી આપવામાં આવી હતી અને પોર્ટુગલ ખાતે આવેલ ભારતની એલચી કચેરીના તા.૧૪/૮/૨૦૨૩ના ઇમેઇલથી આ અંગે જરૂરી કાર્યવાહી કરવા હકારાત્મક પ્રત્ત્યુતર મળ્યો હતો.

આ સંદર્ભે અરજદારશ્રીના તા.૨૪/૦૮/૨૦૨૩ના ઇમેઇલથી તેઓની રજુઆત પરત્વે તેઓની દીકરી હેમખેમ ગુજરાત પરત આવી ગઈ હોવાથી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ ત્વરિત કામગીરીને પરિણામે મળેલ સફળતાપૂર્વકની કામગીરી માટે અરજદારશ્રી દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો છે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

16 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

16 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago