NRG

નેપાળ દ્વારા અર્પણ_ માતૃભાષા ગૌરવ  સમ્માન”- રમેશ પટેલ”આકાશદીપ”

પ્રતિષ્ઠિત આંતર રાષ્ટ્રીય સન્માન- માતૃભાષા દિન નિમિત્તે-
“  માતૃભાષા ગૌરવ  સમ્માન”- રમેશ પટેલ”આકાશદીપ”  ગુજરાતના  કેલિફોર્નિઆ સ્થિત ડાયસ્પોરા સર્જક ને શબ્દ પ્રતિભા બહુક્ષેત્રીય સમ્માન ફાઉન્ડેશન , નેપાળ દ્વારા અર્પણ,

हिन्दी है महा सरिता धारा,
सरल मधुर जग व्यवहारा।
जब पढ़ें हिन्दी रस श्रृंगारी, चारु चंद्रसी खील उठे जवानी।
तीसरी मुख्य भाषा वैश्वी, राजभाषा है ज्ञानी बानी॥

શ્રી આનંદગિરિ  માયાલુજી, અધ્યક્ષે,  કેલિફોર્નિઆ સ્થિત, ગુજરાતના ચરોતર પંથકના, ખેડા જિલ્લાના વતન મહિસાના/ ખ્યાત ડાયસ્પોરા સર્જક- રમેશ પટેલ”આકાશદીપ” ને , પ્રતિષ્ઠિત આંતર રાષ્ટ્રીય સન્માન-
“  માતૃભાષા ગૌરવ  સમ્માન” અને “માતૃભાષા રત્ન” માનદ્ ઉપાધિ – પ્રશસ્તિ પત્ર અર્પણ કરી અભિનંદન પાઠવ્યા છે.
ભારતીય ઉપખંડની હિન્દી ભાષા, વિશ્વની અગ્રીમ ભાષાઓમાં, એક વિશિષ્ઠ સ્થાન ધરાવે છે. નેપાળ ભારતની મૈત્રી ને હિન્દી ભાષાના પ્રચાર પ્રસાર માટે કાર્યરત, નેપાળ કાઠમંડુ સ્થિત- પ્રસિધ્ધ સંસ્થા – શબ્દ પ્રતિભા બહુક્ષેત્રીય સમ્માન ફાઉન્ડેશન દ્વારા , એક વિશ્વ સ્તરીય આયોજનમાં, ખ્યાત, નવોદિત, સાહિત્ય ક્ષેત્રે અનુપમ યોગદાન દેનાર સર્જકો, કવિ, લેખક પ્રતિભાઓને, માનદ સાહિત્ય રત્ન ઉપાધિથી સન્માનવાનું ભવ્ય આયોજન  થયું.
હિન્દી ભાષા પ્રેમીઓ, સંસ્થાની દેવનાગરી લિપિ ના સંવર્ધન ને વિશ્વમૈત્રીની ભાવનાને બલવત્તર બનાવવા, અગ્રેસર ભૂમિકા ભજવતા, સર્વ લેખક, કવિ, સાહિત્યકાર, શિણક્ષ  સંસ્થા સાથે  જોડાયેલ ડોક્ટરેટ  દેશ- વિદેશની પ્રતિભાઓ- નેપાળ, ભારત, અમેરિકા, મોરીશસ, તંજાનિયા- સ્થિત, માટે સૌને  સન્માનવા, સંસ્થાના અધ્યક્ષ શ્રી આનંદ ગિરિ માયાલુજીએ, બૃહદ આયોજન સાથે, ચયન સમિતિ દ્વારા, સંપર્ક સેતુ બનાવેલ.
માતૃભાષા દિન ૨૧ ફેબ્રુઆરીએ..આંતર રાષ્ટ્રીય સ્તર પર, ચયન સમિતિના વિશ્લેષણ બાદ-૨૪૮૨ પ્રતિભાગીઓને , પ્રશસ્તિ પત્ર, નિશુલ્ક રીતે, ઓન લાઈન પ્રદાન કરી, હિન્દી ભાષાના ચાહકોમાં, એક ગૌરવ પ્રતિપાદિત કરવાનું વિરલ કાર્ય, સંસ્થાએ સંપન્ન કરેલ.
વિદેશ સ્થિત, હિન્દી ભાષા ને ભારતીય ઉપખંડની સંસ્કૃતિ માટે , પોતાના ઉમદા પ્રયાસોથી ખ્યાત, એવા ફક્ત છ  પ્રતિભાવંત સાહિત્ય પ્રેમીઓને , આ વિશાળ સહસ્ત્ર સન્માન આયોજનમાંથી, ચયન સમિતિએ “  માતૃભાષા ગૌરવ  સમ્માન” માટે પસંદ કર્યા છે, તેમાંના એક  રમેશ પટેલ” આકાશદીપ” ની ઘણી ઉત્તમ  હિન્દી કવિતાઓ, શબ્દ પ્રતિભા બહુક્ષેત્રીય સમ્માન ફાઉન્ડેશન, નેપાળ દ્વારા પ્રકાશિત સાઝા પ્રકાશનમાં યશનામી છે.

धधक रही त्रिरंगी जन-उर  ज्वाला,
समजो अब  तुमने कयामत पाला।
उदय हुआ है सूरज लगाके तिलक सिंदूरका।
भर चूका पाप तुम्हारा, दुष्ट आका आतंकका॥

“वर्ल्ड टैलेंट इंटरनेशनल अवॉर्ड” – 2025 થી સન્માનિત કવિનો, સાતમો કાવ્ય સંગ્રહ- “ગુર્જરવીંઝણો”કાવ્ય સંગ્રહ, આણંદથી, કુલપતિ (S.P. University ) ડો. શ્રી નિરંજન પટેલ દ્વારા, ગત વર્ષે લોકાર્પણ થયેલ.
કવિશ્રી રમેશ પટેલ”આકાશદીપ” ને, આંતર રાષ્ટ્રીય સન્માન માટે, ગુજરાત સિનિયર્સ ફ્રેન્ડ સર્કલ( GSFC)- કેલિફોર્નિઆ તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

માહિતી- તસ્વીર
કાન્તિભાઈ મિસ્ત્રી(કેલિફોર્નિઆ)

Chief Editor

Share
Published by
Chief Editor

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

4 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

4 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

5 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

7 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

7 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

7 hours ago