રાધા કૃષ્ણ મંદિર ઓફ ડાલાસ ખાતે યોજાનાર ભવ્ય, દિવ્ય અને આધ્યાત્મિક ઉર્જાથી સભર ગણેશ મહોત્સવ
રાધા કૃષ્ણ મંદિર ઓફ ડાલાસ ખાતે યોજાનાર ભવ્ય, દિવ્ય અને આધ્યાત્મિક ઉર્જાથી સભર ગણેશ મહોત્સવ ૨૦૨૬ ઉજવણી કરાઇ રહી છે.
આ પવિત્ર તહેવાર વિઘ્નહર્તા અને બુદ્ધિના દાતા એવા ભગવાન શ્રી ગણેશજીના સન્માનમાં ઉજવવામાં આવે છે. સમુદાયને પ્રાર્થના, ભક્તિ, સંગીત અને એકતાના તાંતણે બાંધવા માટે અમે બાર દિવસના વિશેષ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ગજાનન ગણપતિના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવા અને હૃદયને ભક્તિથી ભરી દેતા પવિત્ર વિધિ-વિધાનોમાં સહભાગી થવા લોકોને આમંત્રણ
અપાયા છે.
આ વર્ષની ઉજવણીમાં એક ખૂબ જ શુભ અને ખાસ આકર્ષણ ઉમેરાયું છે — અષ્ટવિનાયક ગણેશ મૂર્તિઓની પધરામણી. આ મૂર્તિઓ મહારાષ્ટ્રના પ્રખ્યાત મંદિરોમાં સ્થપાયેલા ભગવાન ગણેશના આઠ સ્વયંભૂ (સ્વયં પ્રગટ થયેલા) પવિત્ર સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે: મયૂરેશ્વર, સિદ્ધિવિનાયક, બલ્લાળેશ્વર, વરદવિનાયક, ચિંતામણી, ગિરિજાત્મજ, વિઘ્નહર અને મહાગણપતિ.
ગણેશ પુરાણમાં પૂજનીય અને સદીઓથી યાત્રાધામની પરંપરામાં શ્રદ્ધા ધરાવતા આ દરેક સ્વરૂપો કૃપા, રક્ષણ અને વિઘ્નોના નિવારણની પોતાની પવિત્ર કથા ધરાવે છે. આ આઠેય સ્વરૂપો એક જ પવિત્ર જગ્યાએ એકઠા થાય તે અત્યંત દુર્લભ અને સૌભાગ્યની વાત છે. શ્રદ્ધાળુઓ ડાલાસ છોડ્યા વિના જ આખી અષ્ટવિનાયક યાત્રાનો સંયુક્ત પુણ્યલાભ અને આશીર્વાદ મેળવી શકે છે.
તારીખ: ૧૪ સપ્ટેમ્બર થી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ (૧૨ સપ્ટેમ્બરે એક પ્રી-ઇવેન્ટ વર્કશોપ સાથે)
સ્થળ: 1450 N. Watters Road, Allen, TX 75013
આખા ઉત્સવ દરમિયાન સમગ્ર પરિવાર માટે ઘણા ઉત્સાહજનક અને ભક્તિમય કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. તેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
ઉત્સવના મુખ્ય આકર્ષણો
બાળકો માટે ગણેશ મૂર્તિ બનાવવાનો વર્કશોપ (શનિવાર, ૧૨ સપ્ટેમ્બર, સાંજે ૫:૩૦ થી ૭:૦૦): બાળકો પોતાની સર્જનાત્મકતા દ્વારા ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ જાતે બનાવશે અને આપણી પરંપરા સાથે જોડાશે.
સ્વામી મુકુંદાનંદજી સાથે ગણેશ સ્થાપના, વર સિદ્ધિ વિનાયક વ્રતમ અને સામૂહિક પૂજા (સોમવાર, ૧૪ સપ્ટેમ્બર, સાંજે ૬:૦૦ થી ૮:૩૦): પવિત્ર સ્થાપના વિધિ, પૂજા, અર્ચના અને ગણેશ મહા આરતી દ્વારા ભગવાન ગણેશનું સ્વાગત.
સ્વામી મુકુંદાનંદજી સાથે પ્રવચન અને કીર્તન (મંગળવાર, ૧૫ સપ્ટેમ્બર, સાંજે ૭:૦૦ થી ૮:૩૦): દિવ્ય જ્ઞાનની સભર સાંજ, જે પહેલાં સાંજે ૬:૧૫ વાગ્યે વિશેષ પુષ્પ અર્ચના યોજાશે. કાર્યક્રમ બાદ મહાપ્રસાદ આપવામાં આવશે.

મૂળ મૂર્તિ મહા ગણેશ અભિષેક (બુધવાર, ૧૬ સપ્ટેમ્બર, સાંજે ૬:૩૦)
લાજા અર્ચના (ગુરુવાર, ૧૭ સપ્ટેમ્બર, સાંજે ૬:૩૦)
રાધાષ્ટમી ઉજવણી અને મહાપ્રસાદ (શુક્રવાર, ૧૮ સપ્ટેમ્બર, સાંજે ૭:૧૫)
મોદક અર્ચના અને માતા કી ચોકી (શનિવાર, ૧૯ સપ્ટેમ્બર, સાંજે ૫:૦૦ થી ૭:૦૦)
રાધાષ્ટમી વિશેષ રવિવાર સત્સંગ (રવિવાર, ૨૦ સપ્ટેમ્બર, સવારે ૧૦:૩૦)
દૂર્વા અર્ચના (રવિવાર, ૨૦ સપ્ટેમ્બર, સાંજે ૬:૧૫)
ભગવાન શિવ અને ગણેશ અભિષેક (સોમવાર, ૨૧ સપ્ટેમ્બર, સાંજે ૬:૩૦)
ગણેશ હવન (મંગળવાર, ૨૨ સપ્ટેમ્બર, સાંજે ૬:૧૫)
કેસર પંચામૃત અભિષેક (બુધવાર, ૨૩ સપ્ટેમ્બર, સાંજે ૬:૧૫)
ગણેશ શોડષોપચાર પૂજા (ગુરુવાર, ૨૪ સપ્ટેમ્બર, સાંજે ૬:૧૫)
સામૂહિક પૂજા, ગણેશ વિસર્જન અને સાંસ્કૃતિક કાર્યક્રમ (શુક્રવાર, ૨૫ સપ્ટેમ્બર, સાંજે ૬:૦૦): સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ સામૂહિક વિસર્જન
