સોમનાથ મહાદેવની શંખનાદ, ઢોલ અને નગારા સાથે થયેલી આરતી સમયે દિવ્ય અનુભૂતિ
ભક્તોએ તેમની શ્રધ્ધા મુજબ રુદ્રાક્ષ માળા, પવિત્ર જળ, ભભૂતિ સહિતની વિવિધ વસ્તુઓ સોમનાથ મહાદેવને ભેટ ધરી
ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર પ્રદેશ, સૌરાષ્ટ્રની મહેમાનગતિ, આવકાર, આગતા-સ્વાગતા અને મહાદેવ ભગવાનની દિવ્યતા સહિતની બાબતો માટે લાગણીઓ અને ઉર્મિઓ વ્યક્ત કરી
ગીર સોમનાથ, તા.૧૮ એપ્રિલ, ૨૦૨૩ (મંગળવાર) સોમનાથ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર તમિલ ભગિની – બંધુઓએ સૌરાષ્ટ્ર સ્થિત સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે મહાદેવ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ સાથે સૌરાષ્ટ્ર તમિલ ભગિની – બંધુઓએ સોમનાથ મંદિરના પટાંગણમાં આવેલા કપર્દિ વિનાયક મંદિરમાં સામૂહિક દર્શન કર્યા હતા. તેમના “જય સોમનાથ” અને “હર હર મહાદેવ” સાથે શિવાલય ગૂંજી ઉઠ્યું હતું. સોમનાથ મહાદેવની આરતી સમયે શંખનાદ, ઢોલ અને નગારા સાથે દિવ્ય અનુભૂતિ ભક્તોએ અનુભવી હતી. તમિલ ભગિની – બંધુઓએ પ્રસાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
ભક્તોએ તેમની શ્રધ્ધા મુજબ રુદ્રાક્ષ માળા, પવિત્ર જળ, ભભૂતિ સહિતની વિવિધ વસ્તુઓ સોમનાથ મહાદેવને ભેટ ધરી હતી. તમિલ ભગિની શ્રી કે. એસ. નંદિનીએ શંખનાદ કરી તેમની શિવ પ્રત્યેની આસ્થા અનોખી રીતે અભિવ્યક્ત કરી અહોભાવ અનુભવ્યો હતો.
સોમનાથ મહાદેવ મંદિર પટાંગણ ખાતે ભક્તોએ તેમના મહાદેવ ભગવાન અને તેની દિવ્યતા, ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર પ્રદેશ, સૌરાષ્ટ્રની મહેમાનગતિ, આવકાર, આગતા-સ્વાગતા સહિતની બાબતો માટે તેમની લાગણીઓ અને ઉર્મિઓ વ્યક્ત કરી હતી.
એકલ ડલ્લાસ દ્વારા ભારતના આશરે 342 ગામડોઓમાં પ્રભાવ પાળવા માટે $222,000 એકત્ર કરાયા લેન્ડમાર્ક DFW…
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગ્રેટર નોઈડા (Greater Noida) વિસ્તારમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના…
કેનેડાના (Canada) ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (Temporary Foreign Worker Program - TFWP) માં એક મોટો…
https://www.youtube.com/watch?v=fKiniAipCdM
વૈશ્વિક સ્તરે આર્થિક અને જીઓપોલિટિકલ (Geopolitical) અસ્થિરતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર (Indian Economy) સતત મજબૂતી…
Kisan Vikas Patra | ભારત સરકાર નાગરિકો માટે સલામત અને સુરક્ષિત રોકાણના અનેક વિકલ્પો પ્રદાન…