કેનેડાના (Canada) ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (Temporary Foreign Worker Program – TFWP) માં એક મોટો અને મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે.
ઈમિગ્રેશન (IRCC) દ્વારા લેબર માર્કેટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ (Labour Market Impact Assessment – LMIA) ના રિવ્યુ માટે કોન્કરન્ટ પ્રોસેસિંગ ગ્રેસ પિરિયડ (Grace Period) 60 દિવસથી વધારીને 90 દિવસ કરવામાં આવ્યો છે.
આ નવા નિયમ મુજબ, જો કોઈ વર્કરની વર્ક પરમિટ બે અઠવાડિયા (14 દિવસ) કે તેથી ઓછા સમયમાં એક્સપાયર થઈ રહી હોય અને તેમના એમ્પ્લોયરે સંપૂર્ણ LMIA માટે અગાઉથી અરજી કરી હોય, તો તેઓને કેનેડામાં કામ ચાલુ રાખવા માટે વધારાનો સમય મળશે. જ્યાં સુધી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી IRCC આ ફાઇલને 90 દિવસ સુધી હોલ્ડ પર રાખશે.
આ નિર્ણય ખાસ કરીને કેનેડામાં રહેતા ભારતીય યુવાનો અને અન્ય વિદેશી કામદારો માટે મોટી રાહત સાબિત થશે, કારણ કે તે તેમને લીગલ સ્ટેટસ ગુમાવ્યા વિના કાયદેસર રીતે કામ ચાલુ રાખવાની મંજૂરી આપે છે.
જોકે, અરજદારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ 90 દિવસનો સમય ફાઈનલ અપ્રૂવલની ગેરંટી આપતો નથી, પરંતુ જો LMIA પેન્ડિંગ હોય તો તે સમય પહેલાં આવતા રિજેક્શનથી બચાવે છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…