Gujarat Development

છેલ્લા 20 વર્ષથી મહિલા સરપંચ થકી ગ્રામ પંચાયત સમરસ

:
આ 21મી ટર્મમાં પણ મહિલા સરપંચ અને ગ્રામ પંચાયતના તમામ સભ્યપદ પર પણ વર્ષોથી મહિલાઓની આગેવાનીમાં વિકાસની કેડી કંડારતી સિહોર તાલુકાની બોરડી ગ્રામ
પંચાયત
……………………………….
આજે ગર્વ સાથે કહી શકું છું કે, અમારા બોરડી ગામની ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યોથી રચાયેલી છે – મહિલા સરપંચ શ્રી લીલાબેન મોરી
……………………………

સરકારની વિવિધ યોજનાઓ મુખ્ય આધાર બની છે‌

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું બોરડી ગામ, એટલે એક એવું ગામ જ્યાં 20 વર્ષથી મહિલા સરપંચ થકી ગ્રામ પંચાયત સમરસ બનીને વિકાસની કેડી કંડારી છે. વધુમાં આ 21મી ટર્મમાં પણ મહિલા સરપંચ શ્રી લીલાબેન પ્રતાપસિંહ મોરી 21મી વખત સરપંચ બન્યા છે.
આ અંગે મહિલા સરપંચ શ્રી લીલાબેન મોરી જણાવે છે કે, તેઓ 30 વર્ષની ઉંમરથી બોરડી ગામના સરપંચ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. પંચાયતનું કાર્ય ખૂબ સરસ ચાલે છે, તેનું મુખ્ય કારણ તેમના ગામની એકતા છે, તેમ જણાવતા લીલાબેન સહર્ષ ઉમેરે છે કે, અમારા માટે ગર્વની વાત એ પણ છે કે અમારી સમરસ ગ્રામ પંચાયત કમિટી મહિલાઓથી સંચાલિત છે. પ્રથમવાર સરપંચમાં ચૂંટાયા પછી તેમણે જે વિચાર્યું હતું તે, તેમણે કરી બતાવ્યું, તેમના બોરડી ગામને સુંદર, નિર્મળ અને ગોકુળિયું બનાવવાનો તેમનો સંકલ્પ ગ્રામજનોના સહકાર થકી પરિપૂર્ણ થયો છે, જે બદલ તેઓ ગ્રામજનોનો પણ આભાર વ્યક્ત કરે છે.
તેમની 21 વર્ષની આ રોચક સફર અંગે જણાવતા તેઓ ઉમેરે છે કે, પ્રથમ ટર્મ વખતે બે ત્રણ મહિલા સદસ્યો જ પંચાયતની કમિટીમાં સામેલ હતી. ત્યાર પછી ગામના વડીલો અને ગ્રામજનોએ આ બે- ત્રણ મહિલાઓની કામગીરીને નિહાળી અને તેમને બિરદાવતા ગામના પુરુષ આગેવાનો દ્વારા અમારા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો, અને આજે ગર્વ સાથે કહી શકું છું કે, અમારા બોરડી ગામની ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યોથી રચાયેલી છે.


આ સાથે જ સરપંચ તરીકે તેઓ જણાવે છે કે, સરપંચ બન્યા બાદ સરકારની યોજનાઓના લાભ થકી ગામમાં પાણીની સમસ્યા દૂર કરવ, સ્વજલધારામાંથી પાણીની ટાંકીઓ બનાવડાવી, વિવિધ આવાસ યોજનાઓનો લાભ આપી ઘર વિહોણા અથવા કાચા ઘરમાં રહેતા ગ્રામજનોને પાકી છત કરાવી છે, હવે સમરસ ગ્રામ પંચાયત જાહેર થતાં ફરી જે વધારાની ગ્રાન્ટ મળશે તેમાંથી પણ અમારા ગામના વિકાસ આયોજનો પર ધ્યાન કેન્દ્રિત કરી તેને પાર પાડવાનું આયોજન છે.

આ સાથે જ તેમણે પ્રધાનમંત્રીશ્રી અને સરકારશ્રીનો આભાર માનતા જણાવ્યું હતું કે, વિવિધ યોજના દ્વારા તેમના ગામને તેઓ વિકાસની રાહ પર આગળ વધારવામાં સફળતાથી જે સારા પરિણામો મેળવી રહ્યા છે, તે માટે સરકારની વિવિધ યોજનાઓ મુખ્ય આધાર બની છે‌

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

17 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

17 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago