Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગુજરાતમાં પ્રથમવાર યોજાશે ૩૬ મો રાષ્ટ્રીય રમતોત્સવ

H S July 8, 2022
12-Gujarat-CM

*આગામી તા. ર૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર  દરમ્યાન આ ૩૬મી નેશનલ ગેઇમ્સ રાજ્યમાં યોજાશે* 

……

*૬ શહેરોમાં ૩૪ જેટલી વિવિધ રમતોનું આયોજન ગુજરાત ત્રણ મહિનાના વિક્રમ સમયમાં કરવા સજ્જ* :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

……

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડીયન ઓલિમ્પીક એસોસિયેશન સમક્ષ ગુજરાતને 

૩૬મા રાષ્ટ્રિય રમતોત્સવના યજમાન બનાવવા કરેલી દરખાસ્તનો સહર્ષ સ્વીકાર થયો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ખેલ-કૂદ, યુવા બાબતો તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાતે આ ૩૬માં રાષ્ટ્રિય રમતોત્સવની જવલંત સફળતા માટેની તૈયારીઓ-આયોજન સક્ષમતાપૂર્વક શરૂ કરી દીધા છે. 

*અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ પ્રકારનો રાષ્ટ્રિય રમતોત્સવ છેલ્લે ર૦૧પમાં કેરળમાં યોજાયો હતો. કોરોના રોગચાળા સહિત વિવિધ કારણોસર આ રમતો અત્યાર સુધી મુલત્વી રાખવામાં આવેલી હતી*. 

*ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાત વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાઇ રહેલા ૩૬મા રાષ્ટ્રિય રમતોત્સવના યજમાન રાજ્ય બનવા ઇન્ડીયન ઓલીમ્પિક એસોસિયેશનને કરેલી દરખાસ્તનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો છે*

. *આના પરિણામ સ્વરૂપે ૩૬મા રાષ્ટ્રિય રમતોત્સવનું ગુજરાતમાં આયોજન થવાનું છે* 

*આ રમતોત્સવમાં એથ્લેટિકસ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, જૂડો, ખો-ખો, કુશ્તી, કબડ્ડી અને મલખમ તથા યોગાસન જેવી ઇન્ડોર અને આઉટડોર રમતો સહિત ૩૪ જેટલી રમતોમાં દેશભરના સાત હજારથી વધુ ખેલાડીઓ પોતાનું કૌવત ઝળકાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે* 

ગુજરાતમાં ઓલિમ્પીકને આનુષાંગિક આવી રમતોના આયોજનથી વર્તમાન માળખાકીય સવલતો વધારવા સાથે તેનો શ્રેષ્ઠ ઉપયોગ પણ થશે. 

*રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ ૩૬મી નેશનલ ગેઇમ્સના આયોજન અને સફળતામાં ગુજરાત કોઇ જ કસર છોડશે નહિં તેવો વિશ્વાસ દર્શાવ્યો છે* 

*તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત હવે સ્પોર્ટસ હબ બનવા ભણી આગળ વધી રહ્યું છે*.

 *હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ખેલમહાકુંભની ર૦૧૦થી શરૂઆત કરાવી તેની જવલંત સફળતાથી આજે ગુજરાતમાં સ્પોર્ટસ કલ્ચર અને એક આખી ઇકોસિસ્ટમ ઊભી થઇ છે*. 

તેમના નેતૃત્વમાં ગુજરાતે રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરના ધોરણો મુજબની માળખાકીય સુવિધાઓ વિકસાવી છે. 

*ખેલમહાકુંભની તાજેતરની ૧૧મી કડીમાં પંચાવન લાખ રમતપ્રેમીઓ સહભાગી થયા અને ‘ખેલે તે ખિલે’નો મંત્ર સાકાર કર્યો છે તેમ પણ શ્રી સંઘવીએ ઉમેર્યુ હતું*

*મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતના ખેલમહાકુંભની સફળતાને પગલે સરિતા ગાયકવાડ, માના પટેલ, હરમીત દેસાઇ, મુરલી ગાવિંત જેવા રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય ખેલાડીઓ આપણને મળ્યા છે* 

એટલું જ નહિ, પેરા ઓલિમ્પીકસમાં પણ ગુજરાતની દિકરીઓએ રાષ્ટ્ર-રાજ્યનું નામ રોશન કર્યુ છે. 

ખેલાડીઓ-રમતવીરોને પદ્ધતિસરની તાલીમ, પ્રોત્સાહનની સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વિકસાવી છે. 

એટલું જ નહિ, સ્પોર્ટસ પોલિસી જાહેર કરીને સ્પોર્ટસ ક્ષેત્રે રોકાણો પ્રેરિત કરી ગુજરાતમાં વર્લ્ડકલાસ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહિ છે. 

તેમણે કહ્યું કે, રમત-ગમત ક્ષેત્રે કારકીર્દી બનાવવા માંગતા યુવાઓને પદ્ધતિસર અને સાયન્ટીફિક તાલીમ માટે સ્પોર્ટસ યુનિવર્સિટી ગુજરાતે શરૂ કરી છે. 

તાજેતરમાં એકતાનગર કેવડીયા ખાતે દેશના રાજ્યોના યુવા અને રમત-ગમતના પ્રભારી મંત્રીઓની પરિષદમાં પણ ગુજરાતના સ્પોર્ટસ કલ્ચરની સૌએ સરાહના કરેલી છે. 

*રમત-ગમત મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત શ્રેષ્ઠ યજમાન છે તે દેશ આખો જાણે છે*

. *દેશભરના પ્રતિભા સંપન્ન ખેલાડીઓને આ ૩૬મા રાષ્ટ્રિય રમતોત્સવના માધ્યમથી વિશાળ પ્લેટફોર્મ ગુજરાત પુરૂં પાડશે*

. 

*હાલના ઇન્ફ્રાસ્ટ્રકચરનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને ૩ મહિનાના વિક્રમી સમયગાળામાં જ આ રમતોત્સવ યોજવા રાજ્ય સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સંપૂર્ણ સજ્જ છે* 

*તેમણે ઉમેર્યુ કે, ગુજરાત હંમેશા દેશ માટે દિશાદર્શક અને રોલમોડેલ સ્ટેટ રહ્યું છે ત્યારે આ મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટના આયોજનથી ગુજરાત અન્ય રાજ્યો માટે નવું ઉદાહરણ પુરૂં પાડશે એ પણ નિશ્ચિત છે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: Mouni Roy top bikini looks
Next: Mahlagha Jaberi( Iranian model) and Aishwarya Rai’s look alike twins
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.