કેનેડા ના કેલગરીમાં સ્વ . મોહમ્મદ રફી સાહેબની પુણ્યતિથિ એ શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજાયો
બોલીવુડના મહાન પાશ્વ ગાયક સ્વ .મોહમ્મદ રફી સાહેબને તેમની પુણ્યતિથિ એ અવર ઓન ગુજરાતી સિનિયર સિટીઝન ફ્રેંડ્સ સર્કલ , કેનેડા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવાનો ઓનલાઈન કાર્યક્રમ યોજાયો .પાલમપુર ,હિમાચલ પ્રદેશના ખૂબ જ લોકપ્રિય સિંગર શ્રી રાકેશ શર્મા ( વોઇસ ઓફ મોહમ્મદ રફી ) એ સંગીત સાથે કર્ણપ્રિય ખૂબ જાણીતા ફિલ્મી ગીતોનું ગાન કરી સૌના દિલ જીતી લીધા .

તેમના અવાજમાં જાદુ હતો અને તેમને મનમોહક અવાજની ઈશ્વરીય ભેટ હતી. ઉદાર દિલવાળા અને સૌમ્ય શ્રી રાકેશજીએ પસંદગીના ગીતો જેવા કે આજ કી રાત મેરે દિલ કી સલામી લે લે ..( રામ ઔર શ્યામ ) ,કોઈ જબ રાહ ના પાયે…( દોસ્તી ) , ભરી દુનિયા મેં આખિર .. ( દો બદન ) , આયા રે ખીલોને વાલા ખેલ ખીલોને લેકે આયા રે ..( બચપણ ) ,ચૌંદહવી કા ચાંદ વગેરે ફિલ્મ ગીતોનું ૧ કલાક થી વધુ સમય સુધી અદભૂત ગાન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા .શ્રી અશોકભાઈ હિંગુ ,શ્રી પિયુષ દવે , શ્રી ખોડાભાઈ કોશિયા ,શ્રીમતી પારુલબહેન પટેલ , શ્રી એસ.ડી સોનીં વગેરેએ તેમની ગાયકીની ખૂબ જ સરસ પ્રતિભાવ આપી સરાહના કરી.સૌ વયસ્ક નાગરિકો ને ખૂબ આનંદ આવ્યો .પ્રારંભમાં ગ્રુપ સ્થાપક ઘનશ્યામ પટેલે સૌને આવકાર્યા અને સિંગર રાકેશ શર્માજી નો તેમજ શ્રોતાઓનો હૃદયથી આભાર માન્યો .
(માહિતી :- ઘનશ્યામ પટેલ ( ખુશ ) કેલગરી , કેનેડા અને તસ્વિર સૌજન્ય :- કાન્તિભાઈ મિસ્ત્રી )