Gujarat Development

અશોકજીનું સમગ્ર જીવન રાષ્ટ્ર, સંસ્કૃતિ અને સનાતન પરંપરાના જતન માટે સમર્પિત રહ્યું

* કરોડો હિંદુઓની આસ્થાના કેન્દ્ર અયોધ્યામાં ભવ્ય-દિવ્ય રામમંદિરના નિર્માણ માટેનો અશોકજીનો સંઘર્ષ અને સંકલ્પ આજે સાકાર થયો

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે આયોજિત અશોકજી સિંઘલની જન્મશતાબ્દી સંગોષ્ઠીમાં સહભાગી થયા

-: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ :-

* અશોકજીનું સમગ્ર જીવન રાષ્ટ્ર, સંસ્કૃતિ અને સનાતન પરંપરાના જતન માટે સમર્પિત રહ્યું

 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત ‘અશોકજી સિંઘલ જન્મશતાબ્દી સંગોષ્ઠી’માં ઉપસ્થિત રહી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે અશોકજી સિંઘલ એક તપસ્વી રાષ્ટ્રસાધક અને સાંસ્કૃતિક ચેતનાના સંવાહક હતા. તેમનું સમગ્ર જીવન દેશ, આધ્યાત્મિક પરંપરા અને સનાતન સંસ્કૃતિના સંરક્ષણ તથા રાષ્ટ્રજીવનમાં જાગૃતિ માટે સમર્પિત રહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કરોડો હિંદુઓની આસ્થાના કેન્દ્ર એવા અયોધ્યામાં ભવ્ય-દિવ્ય રામમંદિરના નિર્માણ માટે અશોકજી સિંઘલે કરેલો સંઘર્ષ અને સંકલ્પ આજે સાકાર થયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠાનો ઐતિહાસિક પ્રસંગ અશોકજી સિંઘલ સહિત અનેક રાષ્ટ્રસાધકોના સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડનાર બની રહ્યો છે.

તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સાંસ્કૃતિક વિરાસતના પુનર્જાગરણ સાથે વિકાસને પણ નવી ગતિ મળી છે. સોમનાથ સ્વાભિમાન પર્વ, કાશી વિશ્વનાથ ધામ, કેદારનાથ ધામ, અંબાજી કોરિડોર સહિતના વિવિધ પ્રકલ્પો દ્વારા ‘વિરાસત ભી, વિકાસ ભી’નો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું કાર્ય થઈ રહ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે અશોકજી સિંઘલે હિંદુ સમાજની એકતા માટે વિશાળ હિંદુ સંમેલનોનું આયોજન કરી, વેદ, સંસ્કૃત, ગૌ, ગંગા, તીર્થ, તીર્થપુરોહિત, ધર્માચાર્યો અને મઠ-મંદિરોની પ્રાચીન પરંપરાના પુનઃસ્થાપન માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના વિચારો અને કાર્યએ અનેક યુવાનોના અંતરમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાની જ્યોત પ્રજ્વલિત કરી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેરજીવનની ૨૫ વર્ષની સેવા-યાત્રા અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ‘સેવા સંકલ્પ અભિયાન’ દ્વારા સેવા, સુશાસન અને રાષ્ટ્રપ્રથમની ભાવનાને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અશોકજી સિંઘલના જીવનમાંથી આગામી પેઢીએ રાષ્ટ્રપ્રથમ, સંકલ્પનિષ્ઠા, સાધના અને સમર્પણનો સંદેશ ગ્રહણ કરવો જોઈએ.

તેમણે યુવાનોને અપીલ કરતાં જણાવ્યું કે દેશની સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક વિરાસતનું જતન કરવાની સાથે આધુનિક અને વિકસિત ભારતના નિર્માણમાં પણ સૌએ પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ. અશોકજી સિંઘલના વિચારો અને જીવનકાર્યને નવી પેઢી સુધી પહોંચાડવું એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.

મુખ્યમંત્રીશ્રીએ અશોકજી સિંઘલની રાષ્ટ્રસેવા અને સાંસ્કૃતિક પુનર્જાગરણની યાત્રાને નમન કરતાં ‘ભારત માતાની જય’ અને ‘વંદે માતરમ્’ના જયઘોષ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સંતો- મહંતો અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ સાથે અશોકજી સિંઘલના જીવન પર આધારિત ડોક્યુમેન્ટ્રી પણ નિહાળી હતી.

આ અવસરે વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ડૉ. સૂરેન્‍દ્ર જૈન, પૂજ્ય સંતો-મહંતો સર્વે પુરુષોત્તમ શાસ્ત્રીજી, ધર્મનંદન કોઠારી મહારાજ, ભગવંતદાસજી, મોહનદાસજી, સતનામસિંહ, ડૉ. ખુશરૂ હોમી ઘડિયાલી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સહકાર્યવાહ શ્રી સુનીલ બોરીસા, શ્રી મગનભાઈ પટેલ, વિશ્વ હિંદુ પરિષદ ગુજરાતના મહામંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ, ગુજરાતના પ્રમુખ શ્રી હર્ષદભાઈ ગિલિટવાલા, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી અંકુરભાઈ સહિત સંતો, મહાનુભાવો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Chief Editor

Recent Posts

280 વાર ચૂંટણી લડનાર ધરતીપકડનું નિધન

'ધરતીપકડ' નગરમલ બાજોરિયાનું 97 વર્ષની વયે નિધન: દેશમાં 280થી વધુ ચૂંટણી લડવાનો અનોખો રેકોર્ડ ભારતમાં…

3 hours ago

Shraddh Dates

shraddh dates

5 hours ago

હિન્દીએ રાષ્ટ્રીય સ્તરે સંવાદ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે

ડાક વિભાગ દ્વારા હિન્દી પખવાડિયાનો સમાપન સમારોહ યોજાયો, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વિજેતાઓને…

5 hours ago

ડલાસ ખાતે ગણેશ ચતુર્થી મહોત્સવની ષડ્‌દિનાત્મક ભવ્ય ઉજવણી

ડલાસ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ગણેશ ચતુર્થી મહોત્સવની ષડ્‌દિનાત્મક ભવ્ય ઉજવણી   ડલાસ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતેભાદરવા…

6 hours ago

વર્ષ 2030 સુધીમાં રેલવે ડીઝલ વપરાશ શૂન્ય કરી હુંડિયામણ બચાવશે

• વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને રેલવેએ ચરિતાર્થ કર્યું…

17 hours ago

Dallas Ke Raja ભવ્ય વિસર્જન

“રાધા કૃષ્ણ ટેમ્પલ ઓફ ડલાસ (એલન) ખાતે ગણેશજીનું વિસર્જન રાધા કૃષ્ણ ટેમ્પલ ઓફ ડલાસ (એલન)…

18 hours ago