NRI

દુબઈમાં ટાયર પંક્ચર થતાં રસ્તા પર ઊભેલી 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીને કારે કચડી, કરુણ મોત

દુબઈમાં માર્ગ અકસ્માતની એક કરુણ ઘટનામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. કોલેજ જતી વખતે કારનું ટાયર પંક્ચર થતાં રસ્તા પર મદદની રાહ જોઈ રહેલી યુવતીને પૂરઝડપે આવતી કારે અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં કેરળના થોડુપુઝાની રહેવાસી નૈફા બાલ્કીઝ હમીદનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

નૈફા કેનેડિયન યુનિવર્સિટી દુબઈમાં આર્કિટેક્ચરના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. અકસ્માતના દિવસે તે કોલેજ જવા માટે કાર ચલાવી રહી હતી ત્યારે અલ ખવનીજ સ્ટ્રીટ પર તેની કારનું ટાયર પંક્ચર થયું હતું. આ અંગે તેણે ભારતમાં હાજર પોતાના પિતા બિનુ હમીદને ફોન કરીને જાણ કરી હતી.

પિતાએ પુત્રીને રોડસાઇડ આસિસ્ટન્સ બોલાવવાની સલાહ આપી હતી. સાથે જ કારને વર્કશોપમાં મોકલાવી દેવા અને કોલેજ જવા માટે ટેક્સીનો ઉપયોગ કરવાનું જણાવ્યું હતું. જોકે, આ વાતચીતની લગભગ 5 મિનિટ બાદ પિતાએ ફરીથી પુત્રીને ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહોતો.

ત્યારબાદ દુબઈ પોલીસ તરફથી પરિવારને અકસ્માતની જાણ કરવામાં આવી હતી. પરિવારને મળેલી માહિતી મુજબ, નૈફા પોતાની કારની પાછળ ઊભી રહીને મદદની રાહ જોઈ રહી હતી ત્યારે પૂરઝડપે આવેલી કારે તેને અડફેટે લીધી હતી. ગંભીર અકસ્માતમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

પરિવારના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જનાર કારના ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
નૈફા તાજેતરમાં પરિવાર સાથે કેરળમાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવી હતી. જોકે, કોલેજના અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે તે પોતાની માતા સાથે દુબઈ પરત ફરી હતી. તેના પિતા, ભાઈ અને ભાભી કેરળમાં જ રોકાયા હતા. નૈફાના પરિવારે તેના ઉચ્ચ અભ્યાસને ધ્યાનમાં રાખીને દુબઈમાં વસવાટ કર્યો હતો.

પરિવારજનોના જણાવ્યા મુજબ, નૈફા 18 વર્ષની ઉંમરથી કાર ચલાવતી હતી અને વિવિધ વાહનો ચલાવવામાં નિપુણ હતી. તેના અચાનક નિધનથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. રવિવારે તેના વતન કેરળના થોડુપુઝામાં તેને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

Chief Editor

Recent Posts

दुबई में टायर पंचर होने पर सड़क किनारे खड़ी भारतीय छात्रा को कार ने कुचला, मौत

दुबई में सड़क हादसे की एक दर्दनाक घटना में 21 वर्षीय भारतीय छात्रा की मौत…

5 hours ago

પ્યાર હુઆ, ઇકરાર હુઆ હે…. Nvidia Corp. ના CEO પ્રેમમાં પડ્યા

પ્યાર હુઆ, ઇકરાર હુઆ હે…. Nvidia Corp. ના CEO જેન્સન હુઆંગ પ્રેમમાં પડ્યા ....એકરાર પણ…

2 days ago

રવિવારે દિવાળીએ ખુલ્લું રહેશે શેરબજાર, જાણો મુહૂર્ત ટ્રેડિંગનો સમય અને શિડ્યુલ

રવિવારે દિવાળીએ ખુલ્લું રહેશે શેરબજાર, જાણો મુહૂર્ત ટ્રેડિંગનો સમય અને શિડ્યુલ રવિવાર 8 નવેમ્બર 2026ના…

4 days ago

શિકાગોઃ JSMCના દિવાળી કાર્યક્રમો

JSMC ખાતે આપણે શુક્રવાર, 6 નવેમ્બરથી મંગળવાર, 10 નવેમ્બર સુધી પવિત્ર દિવાળી મહાપર્વની ઉજવણી કરીશું!…

4 days ago

DFW ગુજરાતી સમાજનાે ભવ્ય દિવાળી મેળાે

 DFW ગુજરાતી સમાજના ભવ્ય દિવાળી મેળામાં 15,૦૦૦થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો સાંસ્કૃતિક કાર્યક્રમો, રામલીલા,…

4 days ago

अमेरिकी कांग्रेस में 5 भारतीयों की जीत, पिया दांडिया ने रचा इतिहास

 US Midterm Elections | अमेरिका के मध्यावधि चुनाव में भारतीय मूल के नेताओं ने राजनीति…

5 days ago