Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમદાવાદ-દરભંગા અને ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ટ્રેનોના ફેરા

Chief Editor July 2, 2026
2-7 R1

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-દરભંગા અને ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ટ્રેનોના ફેરાનું વિસ્તરણ
માર્ગ પરિવર્તનની સાથે વિશેષ ટ્રેનનું સંચાલન ચાલુ રહેશે

 

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

યાત્રીઓની સુવિધા તથા ગ્રીષ્મકાલીન અને આગામી તહેવારો દરમિયાન વધતી યાત્રા માંગને ધ્યાનમાં રાખતાં પશ્ચિમ રેલવે એ અમદાવાદ-દરભંગા તથા ગાંધીધામ-ભાગલપુર વિશેષ ભાડાની સ્પેશિયલ ટ્રેનોના ફેરાનું વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ, ઉત્તર રેલવેના લખનઉ સ્ટેશન પર આરએલડીએ (RLDA) કામને લીધે આ ટ્રેનોનું સંચાલન પરિવર્તિત માર્ગથી કરવામાં આવશે.

 ટ્રેન નંબર 09465/09466 અમદાવાદ-દરભંગા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ

ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશિયલ (દરેક શુક્રવાર) ના ફેરાનું 03 જુલાઈ, 2026 થી 31 જુલાઈ, 2026 સુધી તથા ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ (દરેક સોમવાર) ના ફેરાનું 06 જુલાઈ, 2026 થી 03 ઓગસ્ટ, 2026 સુધી વિસ્તરણ કરવામાં આવ્યું છે.

આ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા છાયાપુરી, રતલામ, ઉજ્જૈન, ગુના, બીના, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, વારાણસી, ઔંડિહાર, ગાજીપુર સિટી, છપરા, મુજફ્ફરપુર અને સમસ્તીપુર થઈને ચાલશે.

 ટ્રેન નંબર 09451/09452 ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક સ્પેશિયલ

ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક સ્પેશિયલ (દરેક શુક્વાર) ના ફેરાનું 03 જુલાઈ, 2026 થી 31 જુલાઈ, 2026 સુધી તથા ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ (દરેક સોમવાર) ના ફેરાનું 06 જુલાઈ, 2026 થી 03 ઓગસ્ટ, 2026 સુધી વિસ્તરણ કરવામાં આવ્યું છે.

આ ટ્રેન પરિવર્તિત માર્ગ ભચાઉ, સામાખિયાળી, ધ્રાંગધ્રા, અમદાવાદ, નડિયાદ, દાહોદ, રતલામ, ભવાની મંડી, કોટા જંકશન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિન્ડૌન સિટી, બયાના જંકશન, ભરતપુર, મથુરા, હાથરસ સિટી, કાસગંજ, ફર્રૂખાબાદ, કાનપુર સેન્ટ્રલ, ફતેહપુર, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, વારાણસી, ઔંડિહાર, ગાજીપુર સિટી, છપરા, હાજીપુર, મુજફ્ફરપુર, સમસ્તીપુર, બરૌની જંકશન, બેગૂસરાય, મુંગેર, સુલ્તાનગંજ અને ભાગલપુર થઈને ચાલશે.

ટ્રેન નંબર 09465 અને 09451 નું બુકિંગ 01 જુલાઈ, 2026 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ થશે.

યાત્રીઓને જણાવવામાં આવે છે કે યાત્રાથી પહેલાં ટ્રેનના સમય, હોલ્ટ અને અન્ય વિગતોની માહિતી માટે www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: ગ્લોબલ રેમિટન્સ માર્કેટમાં ભારત મોખરે: અમેરિકા અને યુએઈથી NRIએ સૌથી વધુ પૈસા દેશમાં મોકલ્યા
Next: નવસારી, વલસાડ અને કડીમાં મેઘતાંડવ: ૨૪ કલાકમાં ૧૭૨ તાલુકામાં વરસાદ, ૧૯ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ ધર્મ વિશેની ગેરસમજ દૂર કરવા અને રૂઢિચુસ્ત ધારણાઓ સામે લડવા પદ્મજા રાવનું આહ્વાન
  • छात्र प्रवेश घोटालों को रोकने के लिए कनाडा की मदद करने को तैयार है भारत: राजदूत
  • વિદ્યાર્થીઓના એડમિશન કૌભાંડને ડામવા માટે કેનેડાને મદદ કરવા તૈયાર છે ભારત: રાજદૂત
  • अमेरिका के मध्यावधि चुनावों में भारतीय-अमेरिकी उम्मीदवारों पर दबाव और सरिता कोमा्टिरेड्डी की चर्चा
  • અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો પર દબાણ અને સરિતા કોમા્તિરેડ્ડીની ચર્ચા
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.