Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમદાવાદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

H S January 12, 2023
12 p1

માર્ગ અકસ્માત વૈશ્વિક સમસ્યા છે, જેને અવગણવી ન જોઈએ : એડિશનલ કમિશનર ઓફ અમદાવાદ

ટ્રાફિક પોલીસ શ્રી એન એન ચૌધરી

એડિશનલ કમિશનર ઓફ ટ્રાફિક શ્રી એન એન ચૌધરીએ જણાવ્યું હતું કે, આજકાલ આપણે સૌ જોઈએ
છીએ કે ક્રાઈમથી લોકોના મૃત્યુ નથી થતા તેટલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

રોજબરોજના સમાચારપત્રોમાં
આવી ઘટનાનાં સમાચાર વાંચવા મળે છે. માર્ગ અકસ્માત વૈશ્વિક સમસ્યા છે, જેને નજરઅંદાજ કે અવગણના ન
કરવી જોઈએ, એટલા જ માટે ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા દર વર્ષે ૧૧થી ૧૭ જાન્યુઆરી
દરમ્યાન આપણે સૌ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરીએ છીએ. આ સપ્તાહની ઉજવણી લોકોમાં માર્ગ
સલામતી બાબતે જાગૃત કરવા સાથોસાથ ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોની જાણકારીથી લોકોને માહિતગાર કરાવવા
થાય છે જેથી વાહન ચાલકો વાહન ચલાવતી વખતે નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને અકસ્માત જેવી પરિસ્થિતિનો
ભોગ ન બને તેમ તેઓએ જણાવ્યું હતુ.
વધુમાં ઉમેર્યું હતું કે, જો દરેક વ્યક્તિમાં આવી સામાન્ય સમજણ હોય તો તે પણ સમય આવે અકસ્માતથી
બચી શકે છે સાથે જ જો અન્ય કોઈ સાથે અકસ્માત સર્જાય તો ઘાયલ થયેલ વ્યક્તિની મદદ પણ કરી શકે છે. આ
સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ કઈ રીતે પ્રાથમિક સારવાર પૂરી પાડવી તે વિશે માહિતગાર કરાવવાનો છે.
આ સપ્તાહમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ, ઝડપી ડ્રાઇવિંગ, હેલ્મેટ વગર વાહન ચલાવવું, સીટબેલ્ટ વગર વાહન
ચલાવવું આ તમામ બાબતો વાહનચાલક માટે કેટલી સમસ્યાઓનું સર્જન કરી શકે છે તે સમજવાનો છે અને અન્યને
પણ સાચી સમજણ આપવાનો છે.


વધુમાં, ડ્રિંક ડ્રાઇવ ન કરવા તથા ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ન કરવો અને રોડ પરના વિવિધ
સાઈનબોર્ડ વગેરે અંગે વિસ્તૃત માહિતી આપવાનો છે અને પોતે જાગૃત થઈ અન્યને જાગૃત કરવાનો છે.
અંતે તેઓએ જણાવ્યું હતું કે, આ સપ્તાહ દરમિયાન વિવિધ સંસ્થાઓ અને વિવિધ શાળાઓમાં જઈને
લોકોમાં માર્ગ સલામતી અને ટ્રાફિકનાં નિયમો વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવશે અને ખાસ કરીને
બાળકોને નાની વયે વાહનોનો ઉપયોગ ટાળવા અને પોતાની સલામતી રાખવા સાથોસાથ અન્ય લોકોમાં માર્ગ
અકસ્માત થતાં અટકાવી શકાય તેવી માહિતી આપી જાગૃત કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.
અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પોલીસ કર્મીઓએ માર્ગ સલામતી માટેના શપથ લીધા હતા, સાથે જ
પોલીસ કર્મચારીઓએ બાઇક રેલી પણ કરી હતી.


આ કાર્યક્રમમાં ડીસીપી ટ્રાફિક (ઈસ્ટ) શ્રી સફીન હસન, ડીસીપી ટ્રાફિક (વેસ્ટ) શ્રી નીતા દેસાઈ, ડીસીપી
ટ્રાફિક (એડમીન) શ્રી બલદેવ સિંઘ વાઘેલા, આર.ટી.ઓ અમદાવાદ શ્રી ઋતુરાજ દેસાઈ, માર્ગ સલામતી એક્સપર્ટ
શ્રી અમિત ખત્રી, માર્ગ સલામતી એક્સપર્ટ શ્રી શિલ્પીંગ મજુમદાર, સેન્ટર ડાયરેક્ટર ઓફ અમદાવાદ વન મોલ શ્રી
આકાશદીપ સિંઘ સાથે જ અન્ય પોલીસ કર્મીઓ, ટ્રાફિક પોલીસ કર્મી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમના આયોજન માટે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
Next: સુરીનામના રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.