Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ-SWAC ના વડા એર માર્શલ નર્મદેશ્વર તિવારીમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાતે

H S June 19, 2023
19-6 air1

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત ભારતીય વાયુદળના દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડ SWACના એર ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ ગાંધીનગરમાં લીધી હતી.
એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ ૧ લી મે-ર૦ર૩ થી SWAC ના એર ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફનો પદભાર સંભાળ્યો છે.
SWAC અંતર્ગત ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોનો સમાવેશ થયેલો છે.


આ દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડના વડાનો પદભાર સંભાળતા પૂર્વે એર માર્શલ તિવારી ભારતીય વાયુ દળના મુખ્યમથક ખાતે ડેપ્યુટી ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કાર્યરત હતા.
ભારતીય વાયુદળમાં ફાયટર પાયલટ તરીકે ૧૯૮૬ માં જોડાયેલા શ્રી તિવારી વાયુદળના વિવિધ પ્રકારના એરક્રાફ્ટની કુલ ૩૬૦૦ કલાકની ઊડાનનો અનુભવ ધરાવે છે. તેમની ઉત્કૃષ્ટ સેવાઓની કદર રૂપે તેમને ર૦૦૮માં રાષ્ટ્રપતિશ્રીનો વાયુ સેના મેડલ અને ર૦રર માં અતિ વિશિષ્ટ સેવા મેડલના સન્માન પ્રાપ્ત થયેલા છે.
SWACના એર ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ પ્રથમવાર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા મુલાકાત માટે મળ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં બિપરજોય વાવાઝોડાની આપત્તિમાં વાયુસેનાએ ગુજરાતને મદદ માટે દાખવેલી તત્પરતા અંગે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન આ સૌજ્ન્ય મુલાકાતમાં સહભાગી થયા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: દુનિયાને પોતાની બનાવતાં શીખો અને તમે દુનિયાના બનતાં શીખો, જીવન જીવવાની આ જ સાચી પદ્ધતિ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
Next: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ રથયાત્રાની પૂર્વસંધ્‍યાએ ભગવાન જગન્નાથજીની પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી બન્યા
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.