માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી શરૂ થયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” પાલનપુર તાલુકાના પિરોજપુરા ગામે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે કાર્યક્રમમાં હાજરી આપી અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનો વિતરણ કર્યું. આ યાત્રાને લઈને ગ્રામજનોનો ઉત્સાહ જોઈને અત્યંત આનંદની લાગણી થઈ.
આ પ્રસંગે ધારાસભ્ય – અનિકેતભાઈ ઠાકર, પૂર્વ કેન્દ્રીય મંત્રી – હરિભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય – વસંતભાઈ, જિલ્લા ભાજપ મંત્રી – અમરીશપુરી, શહેર ભાજપ પ્રમુખ – દલપતભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ – મોતીભાઈ, જીલ્લા વિકાસ અધિકારી – અશોકભાઈ, પ્રાંત અધિકારી – કમલભાઈ મામલતદારશ્રી – પ્રવિણભાઈ અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ જોડાયા હતા.