Breaking News

9-1

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ કરાવવા આજે અમદાવાદ પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.


આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ, પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર સુશ્રી પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સચિવ શ્રી કે. કૈલાસનાથન, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, જીએડીના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, અમદાવાદના પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી અને જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: