“રેલ મંત્રી તમારો ભાઈ છે, તમારી વચ્ચે જ છે. આરામથી બધા સેલ્ફી લઈ લો.”

અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના શ્રમિકો સાથે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનો આત્મીય સંવાદ
અમદાવાદ: કેન્દ્રીય રેલ, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે અમદાવાદમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન તેમણે પ્રોજેક્ટમાં કાર્યરત શ્રમિકો અને કર્મચારીઓ સાથે મુલાકાત કરી અને તેમનો ઉત્સાહ વધાર્યો.
નિરીક્ષણ દરમિયાન જ્યારે શ્રમિકોએ રેલ મંત્રી સાથે ફોટો અને સેલ્ફી લેવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે શ્રી વૈષ્ણવે સૌ સાથે અત્યંત આત્મીય અને સહજ રીતે ફોટો પડાવ્યો. આ દરમિયાન તેમણે હસતાં હસતાં શ્રમિકોને કહ્યું,
“રેલ મંત્રી તમારો ભાઈ છે, તમારી વચ્ચે જ છે. આરામથી બધા સેલ્ફી લઈ લો.”
રેલ મંત્રીના આ સ્નેહસભર અને સરળ સ્વભાવથી શ્રમિકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો. શ્રમિકોએ તેમની સાથે યાદગાર તસવીરો અને સેલ્ફીઓ લીધી. આ આત્મીય સંવાદ ત્યાં ઉપસ્થિત સૌ માટે એક વિશેષ ક્ષણ બની રહ્યો.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. નિરીક્ષણ દરમિયાન રેલ મંત્રીએ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી અને અધિકારીઓને ગુણવત્તા જાળવી રાખીને નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવાની સૂચના આપી.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
