Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

મહેસાણા જિલ્લાના વતની સુરેશ પટેલની જેક્સનમાં હત્યા

Chief Editor August 23, 2026
23 usa store

 ગુજરાતના મહેસાણા જિલ્લાના વતની સુરેશ પટેલની જેક્સનમાં આવેલી ‘રિજક્રેસ્ટ સેલર્સ વાઇન એન્ડ સ્પિરિટ્સ’ ખાતે હત્યા

યુએસએમાં પોતાની દુકાન પર થયેલી સશસ્ત્ર લૂંટ દરમિયાન 62 વર્ષીય ભારતીય મૂળના સ્ટોર માલિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન તેમની 19 વર્ષની પુત્રી તેમની બાજુમાં જ ઉભી હતી અને બંદૂકધારીએ ગોળીબાર કર્યો ત્યારે તેણે આ ભયાનક દ્રશ્ય પોતાની નજરે જોયું હતું, તેમ પોલીસે શનિવારે જણાવ્યું હતું. આ ગોળીબાર ગુરુવારે રાત્રે થયો હતો અને હત્યા પાછળનો હેતુ હજુ તપાસ હેઠળ છે.

Join Our WhatsApp Group

જેક્સન પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ગુજરાતના મહેસાણા જિલ્લાના વતની સુરેશ પટેલની જેક્સનમાં આવેલી ‘રિજક્રેસ્ટ સેલર્સ વાઇન એન્ડ સ્પિરિટ્સ’ ખાતે રાત્રે લગભગ 9 વાગ્યે હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે પટેલે ગોળીબારના થોડા દિવસો પહેલા જ સ્ટોરનો હવાલો સંભાળ્યો હતો અને જ્યારે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યારે તેમની પુત્રી સ્ટોર પર જ હાજર હતી.

સ્થાનિક પ્રસારણકર્તા WBBJ અનુસાર, પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું હતું કે એક માસ્ક પહેરેલો માણસ સ્ટોરમાં પ્રવેશ્યો, તેણે બંદૂક કાઢી અને કર્મચારીઓ પાસેથી રોકડની માંગણી કરી. નાણાં મેળવ્યા પછી, શંકાસ્પદ શખ્સે અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો, જેમાં ગોળીઓ પટેલને વાગી હતી. પોલીસના જણાવ્યા મુજબ તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

CCTVમાં કેદ થયેલો શંકાસ્પદ શખ્સ એક અશ્વેત પુરુષ તરીકે વર્ણવવામાં આવ્યો હતો, જેણે ગ્રે કલરનું હૂડી, જીન્સ અને કાળા રંગના વર્ક-સ્ટાઇલ બૂટ પહેર્યા હતા. તેનો ચહેરો પેઇન્ટબોલ શૈલીના માસ્કથી ઢંકાયેલો હતો. પોલીસે જણાવ્યું હતું કે તે સફેદ રંગની સેડાન કારમાં સ્ટોર પરથી ભાગી ગયો હતો અને ચેતવણી આપી હતી કે તેને સશસ્ત્ર અને ખતરનાક ગણવો જોઈએ.

સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે, પટેલે ગોળીબારના માત્ર ત્રણ દિવસ પહેલાં એટલે કે સોમવારે જ રિજક્રેસ્ટ સેલર્સના નવા માલિક તરીકે પ્રભાળ સંભાળ્યો હતો. બ્રોડકાસ્ટરે એવું પણ જણાવ્યું હતું કે સ્ટોર શરૂ થયો ત્યારથી ત્યાં કામ કરતી 70 વર્ષીય મહિલા કર્મચારી આ ઘટના દરમિયાન પડી જતાં તેનો કાંડો ભાંગી ગયો હતો.

પોલીસે શંકાસ્પદ શખ્સને પકડવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને જનતાને માહિતી આપવા અપીલ કરી છે. જેક્સન પોલીસ ડિપાર્ટમેન્ટ અથવા ક્રાઇમ સ્ટોપર્સનો સંપર્ક કરવા માટે કોઈપણ માહિતી ધરાવતી વ્યક્તિને વિનંતી કરવામાં આવી છે.

પટેલની હત્યા યુએસએમાં ગુજરાતી કન્વિનિયન્સ સ્ટોર અને વ્યવસાયના માલિકોને સંકળાયેલી હિંસક લૂંટ અંગેની સતત ચિંતાઓ વચ્ચે આવી છે.

મે 2025 માં, ટેનેસીના એક ગેસ સ્ટેશન પર લૂંટ દરમિયાન 30 વર્ષીય પરેશ “પ્રિન્સ” પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બે મહિના પહેલાં, ગુજરાતી મહિલા મેઘના પટેલની નોર્ફોક, વર્જિનિયામાં તેમના સ્ટોરની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

સપ્ટેમ્બર 2025 માં, મૂળ ચરોતરના કિરન પટેલની, તેમના સ્ટોરમાં ઘૂસેલા સશસ્ત્ર લૂંટારાનો સામનો કર્યા પછી પાર્કિંગ લોટમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ભારતીયનિવાસ BhartiyaNivas of Dallas, Texas
Next: અમદાવાદમાં તૃતીય રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ભવ્ય ઉજવણી
Follow

Recent Posts

  • ફ્લોરિડા યુનિવર્સિટીમાં 55 વર્ષ જૂની ‘કૃષ્ણ લંચ’ સેવા પર પ્રતિબંધ, અકસ્માત બાદ નિર્ણય લીધો 
  • FBIના મોસ્ટ વૉન્ટેડ આરોપી મનજીત સિંહ બેડી પંજાબમાંથી ધરપકડ, $150,000નું ઇનામ જાહેર થયાના દિવસોમાં જ ઝડપાયો
  • જ્યોર્જિયામાં રહેતા પ્રદીપ પટેલે 4 રાજ્યોમાં ફેલાયેલા $1.5 મિલિયન ગોલ્ડ બાર કૌભાંડમાં ગુનો કબૂલ્યો
  • હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
  • ડલાસમાં વૈષ્ણવ સંઘ દ્વારા ત્રિદિવસીય ‘યમુનાજી લોટી ઉત્સવ’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.