Breaking News

મંદિરના તમામ મુલાકાતીઓએ “અક્ષત કળશ” ના દર્શન અને પૂજા પણ કરી હતી

1-1

દરેક માણસની ઈચ્છા હોય છે કે નૂતનવર્ષ શરૂ થતા દિવસ પહેલાની સાંજ તેમના માટે યાદગાર રહે. આ માટે થતી દરેક પાર્ટીઓમાં લોકોને ચોકક્સથી કાંતો ભોજન, સંગીત, ડાન્સ, રમતો, હસીમજાક કે ફકત આનંદ જ મળતો હોય છે ત્યારે હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે નૂતનવર્ષની ઉજવણી એક નવારૂપમાં જોવા કરવામાં આવી. લોકોએ કંઈક એવો અનુભવ કર્યો કે જે અલગ જ હતો. જેમ જેમ નવા વર્ષની પળો નજીક આવી રહી હતી તેમતેમ ચૌતરફનું વાતાવરણ ભગવાન શ્રી શ્રી રાધામાધવના નાદ સાથે ગુંજી રહ્યુ હતું. મંદિરનો વિશાળ સ્ટેજના શણગાર અને જબરદસ્ત લાઈટીંગ થી જગમગી ઉઠતા મંદિરનુ વાતાવરણ આત્મીયમય બન્યું હતું.


નૂત્તનવર્ષને આવકારવા યોજાયેલ કાર્યક્રમની શરૂઆત હરેકૃષ્ણ મંત્ર કિર્તનથી થઈ. શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ કે જેઓ ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના મોટા ભાઈ બલરામના કળયુગના અવતાર છે, તેઓ સાથે આ કાર્યક્રમ માટે ખાસ મંડપનું નિર્માણ કરવામાં આવ્યું. સુંદરરીતે શણગાર કરવામાં આવેલ શ્રી શ્રી નિતાઈ ગોરાંગે બધા ભક્તો પર કૃપાભરી દ્રષ્ટી કરી અને ઉપસ્થિત સૌને આશીર્વાદ આપ્યા. પરિવારો, મિત્રો, ભક્તો અને આશ્રયદાતા વિગેરે મળીને આશરે 5 હજાર જેટલા લોકો કે જેઓએ વર્ષ 2024ની શરૂઆત એક અનોખી રીતે કરવાના ધ્યેય સાથે સૌ ઉજવણીમાં હાજર રહ્યા હતા. જુદી-જુદી વાનગીઓ કે જે સર્વપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવામાં આવી, એ સાથેના ફુડફેસ્ટીવલથી સમીસાંજ ચમકી ઉઠી હતી.

દરેક વ્યક્તિએ અમૃતસમા પ્રસાદનો અને જુદ-જુદી વાનગીઓનો પોતે હ્રદયથી તૃપ્ત થાય ત્યાં સુધી આનંદ માણ્યો. આ પછી હરેકૃષ્ણ મંદિરના ભક્તો દ્રારા “શ્રીમદ્ ભગવદ્ ગીતા – આધુનિક યુગ માં લાગુ” નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી. હાજર બધાજ અતિથિઓ નાટક પ્રદર્શન અને તેના દ્રારા આપવામાં આવેલ અદભૂત સંદેશથી આકર્ષાયા હતા. ઘડિયાળના કાંટા જેમજેમ મધ્યરાત્રિની પળ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે મંદિરના યુવા ગ્રુપના સભ્યો દ્રારા હરેકૃષ્ણ મહામંત્રની ધૂનની તાલ અને લય સાથે સૌ ગુંજી અને ઝૂમી રહ્યા હતા.

મધ્યરાત્રિએ આકાશમાં રંગબેરંગી ફટાકડાઓની વર્ષા થતાંની સાથે સૌભક્તોના હ્રદય આનંદ,ઉલ્લાસ,ઉમંગ અને હરેકૃષ્ણ-મંત્ર કિર્તનના ઉષ્માભર્યા અનુભવ સાથે હર્ષાતિરેક થઈ ગયા હતા. મંદિરના તમામ મુલાકાતીઓએ “અક્ષત કળશ” ના દર્શન અને પૂજા પણ કરી હતી જે ભક્તો ને આશીર્વાદ આપવા માટે ખાસ અયોધ્યા રામ મંદિર થી પધાર્યા હતા.


આમ ભગવાન શ્રી શ્રી રાધામાધવના આશીર્વાદ સાથે સૌભક્તો માટે નૂતનવર્ષની શુભ શરૂઆત થઈ. ચૈતન્યરૂપી ભગવાન શ્રી કૃષ્ણ સૌને આવનાર વર્ષમાં માર્ગદર્શન આપે એવી પ્રાર્થના. નૂતનવર્ષ-2020 ની સૌને કોઈ માટે કૃષ્ણભાવનામય બની રહે તેવી શુભકામના !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: