Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં સરકારી આવાસોનું લોકાર્પણ

Chief Editor July 10, 2026
11-7 to2

સરકારી અધિકારીઓ- કર્મચારીઓ માટે આધુનિક સુવિધાથી સજ્જ ૧૮૮ આવાસો લોકાર્પણ માટે તૈયાર

 

 

**
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ ૧૨ જુલાઈના રોજ અમદાવાદમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવનિર્મિત આધુનિક સુવિધાથી સજ્જ ૧૮૮ આવાસો (૪ ટાવરો)નું ઇ-લોકાર્પણ કરશે. અમદાવાદમાં આયોજિત વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના હસ્તે સરકારી આવાસોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના સરકારી સેવાના વિવિધ વર્ગના કર્મચારીઓને ફરજના સ્થળે જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને તમામ આધુનિક સગવડતાઓ ધરાવતા રહેઠાણો મળી રહે તેવા અભિગમ સાથે કુલ ₹૬૦.૬૮ કરોડના ખર્ચે ૦૪ (ચાર) મલ્ટીસ્ટોરીડ ટાવરો તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટના લોકાર્પણથી સરકારી સેવાના વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩ના કુલ ૧૮૮ અધિકારી- કર્મચારીઓને પરિવાર સાથે આધુનિક સુવિધાવાળા સરકારી આવાસોની ફાળવણીનો સીધો લાભ મળશે.

લોકાર્પિત થનાર નવનિર્મિત આવાસો અને સુવિધાઓની વિગતો:
• વિવિધ કક્ષાના આવાસો: માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કક્ષા-ઈના (E-Category) ૪૦, કક્ષા-ડી૧ના (D1-Category) ૫૨, કક્ષા-સીના (C-Category) ૫૨ અને કક્ષા-બીના (B-Category) ૪૪ આવાસોનું નિર્માણ કરાયું છે.

 

• વર્ગવાર લાભાર્થીઓ: આ નવનિર્મિત આવાસોથી સરકારી સેવાના વર્ગ-૧ ના ૪૦ અધિકારીઓ, વર્ગ-૨ ના ૧૦૪ અધિકારીઓ તથા વર્ગ-૩ ના ૪૪ કર્મચારીઓ સહિત કુલ ૧૮૮ પરિવારો લાભાન્વિત થશે.

• શાહીબાગ ખાતે ‘ઈ’ કેટેગરી રેસિડેન્સી ટાવર: શાહીબાગ વિસ્તારમાં આધુનિક ‘E’ કેટેગરી આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાં અદ્યતન ડ્રોઈંગ રૂમ, ડાઈનિંગ રૂમ, સ્પેસિયસ કિચન એરિયા, ઓફિસ રૂમ, બેડરૂમ અને માસ્ટર બેડરૂમ જેવી લક્ઝુરિયસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉપરાંત વિશાળ ગેલેરી (બાલ્કની), વોશ એરિયા, સુંદર ગાર્ડન એરિયા (બગીચો) અને સીડીઓની આધુનિક સંરચના કરવામાં આવી છે.

• એલ.ડી.સી.ઇ. સુંદરમ કોલોની ખાતે ‘ડી-૧’ કેટેગરી આવાસો : શહેરના શૈક્ષણિક અને અગ્રણી વિસ્તાર સુંદરમ કોલોની (L.D.C.E.) ખાતે ‘ડી-૧’ (D-1 Category) મલ્ટીસ્ટોરીડ ટાવરનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

• શાહીબાગ પોલીસ સ્ટેડિયમ સામે ‘સી’ કેટેગરી ટાવર: શાહીબાગ પોલીસ સ્ટેડિયમની સામે સરકારી અધિકારીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ૧૩ માળ (GF + 13)ના ‘સી’ કેટેગરી (C-Category) રેસિડેન્શિયલ ક્વાર્ટર્સનું આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે નિર્માણ કરવામાં આવ્યું છે.

• ફોટોલીથો પ્રેસ કોલોની ખાતે ‘બી’ કેટેગરી ટાવર: શહેરના મધ્યમાં આવેલી ફોટોલીથો પ્રેસ કોલોની ખાતે સરકારી કર્મચારીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ૧૧ માળના (GF + 11) સુવિધાઓથી સજ્જ ‘બી’ કેટેગરી (B-Category) મલ્ટીસ્ટોરી ટાવરનું નિર્માણ પૂર્ણ કરી લોકાર્પણ માટે તૈયાર કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે યોજાનારા આ લોકાર્પણ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય સરકારના પદાધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેશે. આ પ્રોજેક્ટ સરકારી કર્મચારીઓના જીવનધોરણને વધુ સુદૃઢ બનાવવામાં મહત્ત્વપૂર્ણ કદમ સાબિત થશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વેસ્ટર્ન રેલવે ડાઇવિંગ ટીમ – મેડલ વિજેતાઓ
Next: સુરત શહેરમાં પૂર રાહતની સહાય માટે તત્કાલ સર્વેની કામગીરી
Follow

Recent Posts

  • ભારે વરસાદથી અસરગ્રસ્ત માર્કેટની મુલાકાત લેતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
  • સુરત શહેરમાં પૂર રાહતની સહાય માટે તત્કાલ સર્વેની કામગીરી
  • ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં સરકારી આવાસોનું લોકાર્પણ
  • વેસ્ટર્ન રેલવે ડાઇવિંગ ટીમ – મેડલ વિજેતાઓ
  • થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ, સક્સિડ ડિફરન્ટ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.