Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU થયાં

H S July 26, 2023
27 ud4

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ – ઉદ્યોગમંત્રીશ્રી – ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ


એન્‍જીનિયરીંગ-ટેક્ષટાઈલ-ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ સાણંદ GIDC ફેઝ-૨માં રોકાણો કરશે
૩ હજારથી વધુ અપેક્ષિત રોજગારીની તકો ઉભી થશે


ગુજરાત સરકારના પ્રો-એક્ટીવ અભિગમથી ઉદ્યોગ શરૂ કરવાની મંજૂરીઓ અતિ ઝડપથી મળે છે
MoU કરનારા ઉદ્યોગગૃહોએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વની પ્રસંશા કરી

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્‍વેસ્ટમેન્‍ટ બનાવવાના આશયે શરૂ કરેલી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે.

આ વાયબ્રન્‍ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે.

વાયબ્રન્‍ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.

આ સંદર્ભમાં ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે વિવિધ ઉદ્યોગ ગૃહો દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ માં ૧૩૬૦ કરોડ રૂપીયાના કુલ રોકાણો સાથે ૬ જેટલા MoU બુધવાર, ૨૬મી જુલાઇએ ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.

તદઅનુસાર, એન્‍જીનિયરીંગ સેક્ટરમાં કુલ રૂ. ૭૭૫ કરોડના રોકાણો માટે ૩ ઉદ્યોગ ગૃહોએ MoU કર્યા હતા. આ ત્રણેય ઉદ્યોગ ગૃહો દ્વારા સાણંદ GIDC ફેઝ-૨માં ઉદ્યોગો શરૂ કરાશે અને અંદાજે ૭૦૦ જેટલાં સંભવિત રોજગાર અવસરો પૂરા પાડવામાં આવશે.

ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એસ. જે. હૈદરે રાજય સરકાર વતી અને ઉદ્યોગ ગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ CEO, MD વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા.

આ MoU અંતર્ગત ટેક્ષટાઈલ સેક્ટરમાં એક MoU રૂ. ૨૯૪ કરોડના રોકાણો માટે કરવામાં આવ્યો હતો. તેના દ્વારા ૧૮૦૦ લોકોને અપેક્ષિત રોજગારી મળશે.

એટલું જ નહિ, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં થયેલા MoU અનુસાર, બે ઉદ્યોગો રૂ. ૨૯૦ કરોડનું રોકાણ કરશે તથા ૫૦૦ જેટલી સંભવિત રોજગારીની તકોનું આ ઉદ્યોગમાં નિર્માણ થશે.

આ MoU કરનારા સૌ ઉદ્યોગકારોએ ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વમાં પ્રો-એક્ટીવ અભિગમને પરિણામે ઉદ્યોગો શરૂ કરવા માટેની જરૂરી મંજૂરીઓ અતિ ઝડપે મળી છે તે માટે આભાર દર્શાવ્યો હતો.

રાજ્યમાં લેબર પીસ અને સ્કીલ્ડ વર્કફોર્સની સરળ ઉપલબ્ધિને કારણે આ ઉદ્યોગકારો પોતાનાં યુનિટ્સના એક્સપાન્‍શન અને નવા એકમો શરૂ કરવા તેઓએ ગુજરાત પર પસંદગી ઉતારી છે તેમ જણાવ્યું હતું.

સાણંદ GIDC ફેઝ-૨માં ૨૦૨૪-૨૫ સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટેના આ જે ૬ MoU થયા છે તેમાં, એન્‍જિનિયરીંગ સેક્ટરમાં આર્સેલર મિત્તલ નિપ્પન સ્ટીલ ઈન્‍ડિયા લિમિટેડ, ઈન્‍ગરસોલ રેન્‍ડ ઈન્‍ડિયા લિમિટેડ અને ટેરેક્સ ઈન્‍ડિયા પ્રાઈવેટ લિમિટેડનો, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં બાયો જેનોમિક્સ લિમિટેડ તથા OMNIBRX બાયોટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડનો અને ટેક્ષટાઈલ સેક્ટરમાં વર્લ્ડ વાઈડ સેફ્ટી પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

આ MoU સાઈનીંગ અવસરે મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કૈલાસનાથન, GIDCના એમડી રાહુલ ગુપ્તા, ઉદ્યોગ કમિશનરશ્રી સંદીપ સાંગલે તથા ઈન્‍ડેક્ષ બી નાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: ગુજરાત સરકારની તીર્થ દર્શન યોજના હેઠળ 1.36 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરી તીર્થયાત્રા
Next: રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત રૂ. ૨૦૩૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પો જનતાને સમર્પિત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.