Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

અમેરીકાના કેલિફોર્નિયાના એનાહેમમાં તુલસી વિવાહ

Chief Editor November 26, 2026
26 ૂહ 3
અમેરીકાના કેલિફોર્નિયાના એનાહેમ સ્થિત ગાયત્રી ચેતના સેન્ટરમાં દેવ દિવાળીના પાવન પર્વે ભક્તિભાવ પૂર્વક તુલસી વિવાહ પર્વની ઉજવણી.
અમેરીકાના કેલિફોર્નિયાના ગાયત્રી ચેતના સેન્ટર ખાતે   નવેમ્બર ની ૨૧ મી તારીખ શનિવારે.૨૦૨૬ ને દેવ દિવાળી નિમિત્તે તુલસી વિવાહ નું આયોજન કરવા માં આવેલ. શરુઆત ભગવાન શ્રી વિષ્ણુ જી ના વરઘોડા થી કરવામાં આવેલ જેમા ભાવિક બહેનો એ ખુબ જ ઉત્સાહ થી નાચગાન અને ગરબા સાથે મંદીર ના પ્રાંગણ માં પાલખી ને લઇ ને ફર્યા હતા.
વરઘોડા માં દરેક જાનૈયા ને ખુબ જ ભાવવિભોર કર્યા હતા. તુલસી માતા ના પક્ષે યજમાન શ્રીમતી સુક્રેતા શર્મા   અને નરેશ ભાઈ શર્મા હતા જ્યારે શાલિગ્રામ જી (વિષ્ણુ ભગવાન) ના પક્ષે શ્રીમતી સુધા બેન મહેતા અને રાજીવ મહેતા અને યજમાન હતા. મોસાળ પક્ષે શ્રી ધુનાભાઇ તથા સરીના જી હતા.  સમગ્ર વિવાહ- લગ્ન ના પંડિતજી તરીકે સમીર પાંડે જી  અને નીકીબેન ભટ્ટ એ પોતાની આગવી રીતે  અસરકારક અને માહીતીપ્રદ  વિવાહ ની વિધિ કરાવી હતી જેમાં નીકીબેન ભટ્ટે પોતાના સુરીલા સ્વર માં મંગલાષ્ટક અને મંગળફેરા ના ગીતો ગાઇ ને  તથા સપ્તપદી અને વિવાહ ની સમગ્ર વિધિ માં સહકાર આપી ભક્તો  ભાવપુર્ણ કરી ને ખુબ આનંદિત કર્યા હતા.  શ્રીમતી સુક્રિતા શર્મા ના ગ્રુપે પોતાની આગવી સ્ટાઇલ માં પંજાબી ભાંગડા ડાન્સ દ્વારા ભક્તિ ગીત ગાઇ ને ખુબ જ ભાવ પ્રદર્શિત કર્યો હતો.
સમગ્ર પ્રસંગ નુ સફળતાપૂર્વક નુ આયોજન શ્રી ભાનુભાઇ પંડ્યા,અમૃતભાઇ , કનુભાઇ, મુકેશભાઇ, ભરત સોલંકી, પ્રિતેશ નાયક, કુસુમબેન પંડ્યા, કુસુમબેન પટેલ,અલકાબેન, વર્ષાબેન શેલત, ભાનુબેન પટેલ દ્વારા કરવામાં આવેલ હતું. તુલસી વિવાહ ના આ પ્રસંગે મહાપ્રસાદ પણ આયોજન કરવામાં આવ્યું હતું ગાયત્રી પરિવાર ની સીનીયર બહેનો એ સહયોગ આપ્યો હતો.લગભગ ૨૦૦  જેટલા ભાવિક ભક્તો એ સમગ્ર રીતે ભાવ વિભોર થઇ તુલસી વિવાહ ના પ્રસંગ ને માણ્યો હતો. ત્યાર બાદ સૌ મહાપ્રસાદ ગ્રહણ કરી વિદાય થયા હતા.
                                                        ( માહિતી અને તસ્વિર :- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા)

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: જેન્સન હુઆંગ ફરી NVIDIAના CEO
Next: બાબાસાહેબ આંબેડકર લાઇબ્રેરી’નું લોકાર્પણ અને પ્રતિમાનું અનાવરણ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • કેનેડામાં કેરળની મહિલાને રૂ. 30 કરોડની લોટરી લાગી, જીતેલી રકમથી કરશે બે મોટા કામ
  • બાબાસાહેબ આંબેડકર લાઇબ્રેરી’નું લોકાર્પણ અને પ્રતિમાનું અનાવરણ
  • અમેરીકાના કેલિફોર્નિયાના એનાહેમમાં તુલસી વિવાહ
  • જેન્સન હુઆંગ ફરી NVIDIAના CEO
  • અમદાવાદ રેલવે સ્ટેશન પર એલિવેટેડ રોડ બંધ, પાર્કિંગ સુવિધાની નોંધ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.