
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા અમદાવાદના
વટવા પોલીસ સ્ટેશન પાસે આવેલી ખાતે ઘાંચી સમાજની વાડી ખાતે સાથ બચત ધિરાણ
મંડળીની બહેનો માટે કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ, 2013(અટકાયત,
પ્રતિબંધ, નિવારણ) (POSH act) અન્વયે કાયદાકીય માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં
આવ્યું હતું.


આ સેમિનારમાં મહિલાઓને કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ, 2013
અંતર્ગત માહિતગાર કરવામાં આવ્યા હતા. જાતીય સતામણીના આરોપમાં કોની સામે ફરિયાદ
થઈ શકે તથા તેની કાર્યવાહી, પ્રક્રિયા, વળતર અને કાયદાનું અમલીકરણ કેવી રીતે કરી
શકાય તે સહિતના વિષયો ઉપર સામાજિક કાર્યકર શ્રી ગૌરવભાઈ ઠક્કર દ્વારા મહિલાઓને
કાયદાકીય બાબતો વિષે સમજ આપવામાં આવી હતી.
ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વુમન ટીમના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી જિતેશ
સોલંકી દ્રારા મહિલા અને બાળ વિકાસની વિવિધ અમલીકૃત મહિલાલક્ષી યોજનો વિષેની
માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી શ્રી વૃત્તિકાબહેન વેગડા,
સ્પેશિયાલિસ્ટ ઈન ફાઇનાન્સિયલ લિટ્રેસી શ્રી હેમલબહેન બારોટ, ઓઢવ PBSC સેન્ટરના
કાઉન્સેલર શ્રી હીનાબહેન પટેલ, વટવા પોલીસ સ્ટેશનના SHE ટીમના સભ્યો, 181 અભયમ
મહિલા ટીમના સભ્યો, એકવીટાસ ટ્રસ્ટના CSR મેનેજર શ્રી મિલનભાઈ વાઘેલા હાજર રહ્યા
હતા.
વટવા ખાતે જાતીય સતામણી અન્વયે સેમિનાર