Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

USA: કેલિફોર્નિયામાં જુની ફિલ્મોના સદાબહાર ગીતોનો કાર્યક્રમ યોજાયો

Chief Editor June 24, 2024
25-6 satis2

અમેરીકા-કેલિફોર્નિયા ખાતેના એશિયન ઈન્ડિયન સિનીયર એસોસિએશન AISA ના ઉપક્રમે  જુની ફિલ્મોના (હિન્દી ) સદાબહાર ગીતો નો કાર્યક્રમ યોજાઈ ગયો.

અમેરીકાના એનાહેમ સ્થિત ગાયત્રિ મંદિરના મિટીંગ પ્લેટફોર્મ પર તારીખ ૬ જુન ૨૦૨૪ ને શનિવાર ના રોજ બપોરે ૧૨ થી ૨ દરમ્યાન યોજાયો હતો. જેમાં મુખ્ય કલાકાર હતા  શ્રી ડૉ.પ્રવિણ શેદાણી, શ્રી વિરેદ્ર મંડાલીયા તથા સીમા મિત્તલ મુખ્ય હતા.

સમગ્ર કેરીયોકે સિસ્ટમનું સંચાલન સંસ્થાના શ્રી અરવિંદભાઈ પટેલે સંભાળ્યું હતું…કાર્યક્રમ જુની યાદગાર ફિલ્મો જેવી કે એક-હી રાસ્તાનું ‘ ચલી ગોરી પી કે મિલન કો ચલી.હાવરા બ્રીઝ નું ‘મેરા નામ ચિન ચિન ચૂ, મેરાનામ જોકર નું એ ભાઈ જરા દેખ કે ચલો…, સોલવા સાલ નુ, હે અપના દિલ આવારા…, ભાભી નું ચલ ઊડજા રે પંખી…, જાગૃતિ ફિલ્મનું ‘ હમ લાયે હે તુફાનસે કસ્તિ નિકાલકે…,ગુમરાહનું ‘ ચલો એકબાર ફિરસે અજનબી બનજાયે…,સારંગા ફિલ્મનું સારંગા તેરી યાદ મે તથા ગેમ્લર ફિલ્મનું દિલ આજ સાયર…  અને આર-પાર ફિલ્મનું બાબુજી ધીરે ચલના… જેવા સદાબહાર ગીતો સાંભરી હાજર સૌ ઝુમી ઉઠયા હતા.

કાર્યક્રમ બાદ મંદિરના રસોડે બધા માટે ” સ્વાદિસ્ટ પાઊં ભાજીના સુંદર વ્યંજન ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સફળ બનાવવામાં એસોસિએશનમા પ્રમુખશ્રી નરેશભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી જિતેંદ્ર પટેલ,જયશ્રીબેન પટેલ, સ્મિતાબેન પરમાર,ભારતીબેન પટેલ,મૃદુલાબેન પટેલ મુખ્ય હતા. તેમજ ગાયત્રિ મંદિરના શ્રી ભાનુંભાઈ પંડયા અને શ્રીમતિ કુસુમબેન પંડયા નો પણ સુંદર સહકાર પ્રાપ્ત થયો હતો.

             ( માહિતી અને તસ્વિરઃ કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા )

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: USA (અમેરિકા)

Post navigation

Previous: અમદાવાદના વટવા ખાતે જાતીય સતામણી અન્વયે કાયદાકીય માર્ગદર્શક સેમિનાર
Next: USA-ડલ્લાસ:પુષ્ટિમાર્ગીય હવેલી દ્વારા યોજાયેલી પ્રથમ-અગ્રણી સ્નાન યાત્રા અને નવ મનોરથ
Follow

Recent Posts

  • માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ
  • લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત
  • Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો
  • ભારતમાં AI ના ઉપયોગમાં ટોપ-5 દેશમાં, પણ 50% વપરાશ માત્ર 10 શહેરોમાં સીમિત
  • અમેરિકાને પછાડી ફરી ચીન ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.