Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

શ્રી નિત્યાનંદ ત્રિયોદશી મહોત્સવ ની હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે થયેલ ઉજવણી

Chief Editor February 27, 2024
27 bh9

22-2-24

શ્રી નિત્યાનંદ ત્રિયોદશી ભગવાન શ્રી નિત્યાનંદના અવતરણના શુભપ્રંસગ નિમિતે ઉજવવામાં આવે છે. જગતમાં હરિનામ સંકિર્તનનો (જે કલયુગનો યુગધર્મ છે) પ્રસાર કરવા માટે સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ પશ્ચિમ બંગાળના નવદ્વિપ ગામમાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે પ્રગ્ટયા (અવતરણ લીધો) હતા. ચૈતન્ય મહાપ્રભુના આ મહાન કાર્યમાં સહભાગી (સહાયક) થવા ભગવાન શ્રી બલરામે નિત્યાનંદ સ્વરૂપે અવતરણ લીધો હતો. તેમણે ભગવાનના પવિત્ર નામનો પ્રસરાવ સમગ્ર બંગાળમાં કરવા માટે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની સહાય કરી હતી.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →


નિત્યાનંદ પ્રભુનો જન્મ વર્ષ 1474માં પશ્ચિમ બંગાળના બિરભૂમ જીલ્લાનાં એકચક્ર ગામમાં પધ્માવતી દેવી અને હદાઈ પંડિતને ત્યાં પૂત્રરૂપે થયો હતો. તિથિ અનુસાર તેમનો જન્મ મેઘમાસ દરમ્યાન તેજસ્વી પૂર્ણચંદ્રના તેરમાં દિવસે (મેઘ શુકલ ત્રયોદશી) થયો હતો. યાત્રાળુઓ આજે પણ એકચક્ર ગામમાં નિત્યાનંદ પ્રભુના જન્મ સ્થળની મુલાકાતે આવે છે જે ગર્ભાવાસા મંદિર તરીકે ઓળખાય છે. મૂળ મિથિલાના પવિત્ર બ્રાહ્મણ કુળમાંથી ભગવાન નિત્યાનંદના માતાપિતા અહીં આવેલ હતા.


નિત્યાનંદ પ્રભુ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ સાથે એક શાશ્વત સખા તરીકે જોડાયેલ છે. વૈષ્ણવ આચાર્યો ભારપૂર્વક જણાવે છે કે જેઓ નિત્યાનંદ પ્રભુની કૃપા મેળવ્યા વગર શ્રી ચૈતન્ય મહાપ્રભુને સમજવા અને પામવા માટેનો પ્રયાસ કરે છે તેઓ તેમાં સફળ થતાં નથી. આથી સૌએ ખૂબ જ ભક્તિપૂર્વક નિત્યાનંદ પ્રભુને પ્રાર્થના કરવી કે જેથી આદિગુરુ (આધ્યાત્મિક ગુરુ) ચૈતન્ય મહાપ્રભુના પવિત્ર ચરણકમળની કૃપા તેમના ઉપર વરશે.


હરેકૃષ્ણ મંદિર-ભાડજ ખાતે ભગવાનને ખાસ અભિષેક અર્પણ કરવામાં આવ્યો અને ત્યારબાદ નિત્યાનંદ પ્રભુની કિર્તીનું મહતા દર્શાવતી આરતી સુંદર રીતે કરવામાં આવી. અભિષેક ખાસ પ્રકારનો હતો જેમાં ભગવાનને સુંગધીધાર નિર્મળ જળથી સ્નાન કરાવવામાં આવ્યું તેમજ ચંદનના તેલથી માલીશ કરવામાં આવી. માલીશ કર્યા પછી ભગવાનને પંચગવ્યા જે દૂધ, દહીં, ઘી, મધ અને મીઠા પાણીનું મિશ્રણ છે તેનાથી સ્નાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ ભગવાનને સર્વોસધી સ્નાન કરવામાં આવ્યું અને 108 કળશ દ્રારા અભિષેક કરવામાં આવ્યો જે પછી તેમને ઔષધીય વનસ્પતિના નિસ્તાર, સુંગધીદાર જળ, રસદાર ફળોના રસ, પુષ્પોથી સ્નાન કરાવવામાં આવ્યું. શ્રી નિત્યાનંદ ત્રિયોદશી ઉત્સવના ભાગરૂપે હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે આ પ્રકારનો અભિષેક વર્ષમાં એકવાર કરવામાં આવે છે.ઉપરાંત 108 પ્રકારના વિવિધ પકવાનનો ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા:રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો
Next: કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી અને નિયામકશ્રી રોજગાર અને તાલીમના સંયુક્ત ઉપક્રમે રોજગાર મેળો યોજાયો…
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.