Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મજયંતી : જ્ઞાન જ્યોતિ પર્વ : સ્મરણોત્સવ : ટંકારા

Chief Editor February 10, 2024
10 da7

સમારોહ સ્થળ-કરસનજીના આંગણા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મસ્થળથી લવાયેલ યજ્ઞજ્યોતને મહોત્સવના સ્થળે યજ્ઞવેદીમાં સમર્પિત કરી હવનમાં સહભાગી થતાં રાજ્યપાલશ્રી

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિની મોરબી જિલ્લાના ટંકારા ખાતે થઈ રહેલી ભવ્યાતિભવ્ય ઉજવણીનો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મોરબી-રાજકોટ રોડ પર નિર્મિત કરસનજીના આંગણા ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. રાજ્યપાલશ્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ટંકારા ખાતે આવેલ જન્મસ્થળથી વાજતે ગાજતે યોજવામાં આવેલ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું અને સાથે લાવવામાં આવેલ યજ્ઞજ્યોતને ભાવપૂર્વક આવકારીને યજ્ઞવેદીમાં સમર્પિત કરીને  લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનમાં સહભાગી થયાં હતાં.

શોભાયાત્રા દરમિયાન ભાવિકો મહર્ષિ દયાનંદ સરસ્વતી લિખિત ‘સત્યાર્થ પ્રકાશ’ ગ્રંથ તથા જ્યોત સાથે ઉત્સાહભેર ઉજવણીમાં જોડાયાં હતા. કાર્યક્ર્મ સ્થળે રાજ્યપાલશ્રીએ ગૌ પૂજન કરી ધ્વજારોહણ કર્યું હતું.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦માં સ્મરણોત્સવ નિમિત્તે તૈયાર કરવામાં આવેલા સ્વામી દયાનંદ સરસ્વતીના જીવન, કાર્ય અને તેમના સંદેશ પર આધારિત વિશેષ પ્રદર્શનની મુલાકાત લઈને રસપૂર્વક નિહાળ્યું હતું. આ પ્રદર્શનમાં આર્ય સમાજની સ્થાપના અને વિકાસ તેમજ મહર્ષિની ભારત વર્ષની યાત્રા દર્શાવતા સ્થળો, ભારતભરના આર્ય સંસ્થાનો, સ્વામીના જીવનની ઝાંખીનું નકશા રૂપે નિદર્શન, વિવિધ પુસ્તકો વગેરે અસરકારક રીતે દર્શાવવામાં આવ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ટંકારા બન્યું દયાનંદમય : દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓનું આગમન
Next: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે મા અંબા ના દર્શન કરી માઈભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ઓનલાઇન મળી રહે એ માટે ફુલ ફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી
Follow

Recent Posts

  • માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ
  • લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત
  • Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો
  • ભારતમાં AI ના ઉપયોગમાં ટોપ-5 દેશમાં, પણ 50% વપરાશ માત્ર 10 શહેરોમાં સીમિત
  • અમેરિકાને પછાડી ફરી ચીન ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.