Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે

Chief Editor October 29, 2026
29 PM-Modi-visit-1

પ્રધાનમંત્રી બનાસકાંઠામાં ₹14,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે

File Photo

પ્રધાનમંત્રી પીએમ-કિસાનનો 24મો હપ્તો રિલીઝ કરશે, જેની રકમ આશરે ₹19,000 કરોડ છે

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

પ્રધાનમંત્રી બનાસકાંઠામાં ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર રાષ્ટ્રને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી અમદાવાદ મેટ્રો ફેઝ-2A (એરપોર્ટ એક્સટેન્શન) અને ફેઝ-2B (ગિફ્ટ સિટી એક્સટેન્શન) નો શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી એકતા નગર ખાતે ‘ભારત પર્વ 2026’ નું ઉદ્ઘાટન કરશે અને ‘એકતા પ્રકાશ પર્વ’ ના સાક્ષી બનશે

પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ઉજવણીમાં ભાગ લેશે

આ વર્ષની પરેડમાં ડાબેરી ઉગ્રવાદ સામે લડવામાં સુરક્ષા દળોની સિદ્ધિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવશે

‘વંદે માતરમ’ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની મુખ્ય થીમ હશે

પ્રધાનમંત્રી એકતા નગર ખાતે ₹400 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

29 OCT 2026 2:56PM by PIB Ahmedabad

30 ઓક્ટોબરે, સવારે આશરે 9:30 વાગ્યે, પ્રધાનમંત્રી બનાસકાંઠા ખાતે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન લેબોરેટરી અને ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર કેટલ ફાર્મની મુલાકાત લેશે. સવારે આશરે 10:30 વાગ્યે, તેઓ બનાસકાંઠામાં ₹14,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. તેઓ પીએમ-કિસાન હેઠળ ₹19,000 કરોડનો 24મો હપ્તો પણ જારી કરશે, બે ટ્રેન સેવાઓને લીલી ઝંડી બતાવશે અને આ પ્રસંગે જનસભાને સંબોધશે.

ત્યારબાદ, પ્રધાનમંત્રી કેવડિયાના એકતા નગર પહોંચશે. સાંજે આશરે 5 વાગ્યે, તેઓ ‘ભારત પર્વ 2026’ નું ઉદ્ઘાટન કરશે. રાત્રે આશરે 7:45 વાગ્યે, તેઓ ‘એકતા પ્રકાશ પર્વ’ ના સાક્ષી બનશે, ત્યારબાદ રાત્રે આશરે 8:15 વાગ્યે નર્મદા આરતીમાં ભાગ લેશે.

31 ઓક્ટોબરે, સવારે આશરે 9 વાગ્યે, પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ, સવારે આશરે 9:15 વાગ્યે, તેઓ એકતા નગરમાં ₹400 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. તેઓ ત્યારબાદ એકતા નગર ખાતે રેન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લેશે. સાંજે આશરે 5:30 વાગ્યે, પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

બનાસકાંઠામાં પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી ગુજરાતના બનાસકાંઠાના ભીલડી ખાતે ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC) રાષ્ટ્રને સમર્પિત કરશે. 127 એકરમાં પથરાયેલ આ કેન્દ્ર સ્ટેટ-ઓફ-ધી-આર્ટ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. BBBRC ગૌવંશ સંવર્ધન, જેનિટિક અપગ્રેડેશન અને અદ્યતન રીપ્રોડક્ટિવ ટેકનોલોજીને મજબૂત બનાવશે, જેનાથી ઓલાદ સુધારણા 10 થી 20 ગણી ઝડપી બનશે. કાંકરેજ ગાયની ઓલાદ માટે સમર્પિત આ પ્રકારની દેશની આ પ્રથમ સુવિધા હશે.

પ્રધાનમંત્રી થરાદ અને રાધનપુર ખાતે બનાસ ડેરીના બે બાયો-CNG પ્લાન્ટનો શિલાન્યાસ કરશે, જેની ગાયના છાણ પ્રોસેસિંગની ક્ષમતા અનુક્રમે પ્રતિદિન 75 મેટ્રિક ટન અને પ્રતિદિન 100 મેટ્રિક ટન છે.

પ્રધાનમંત્રી અમદાવાદ મેટ્રો ફેઝ-2A (એરપોર્ટ એક્સટેન્શન) અને ફેઝ-2B (ગિફ્ટ સિટી એક્સટેન્શન) નો શિલાન્યાસ કરશે. ફેઝ-2A કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધી 5 સ્ટેશનોને આવરી લેતી 6 કિમીથી વધુની લંબાઈ ધરાવશે, જ્યારે ફેઝ-2B ગિફ્ટ સિટીથી શાહપુર સુધી 3 સ્ટેશનોને આવરી લેતી 3.3 કિમીથી વધુની લંબાઈ ધરાવશે.

પ્રધાનમંત્રી આશરે ₹2,600 કરોડના ખર્ચે અમદાવાદ-મહેસાણા રોડ (સ્ટેટ હાઇવે-41) ને ચાર લેનમાંથી આઠ લેનમાં અપગ્રેડ કરવા અને મજબૂત કરવા માટેનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ અમદાવાદ અને ઉત્તર ગુજરાત વચ્ચેની મુસાફરીને વધુ ઝડપી, સુરક્ષિત અને આરામદાયક બનાવશે.

પ્રધાનમંત્રી 4,030 નવા બાળ-સહજ આંગણવાડી કેન્દ્રોનો શિલાન્યાસ કરશે અને ગુજરાતમાં પૂર્ણ થયેલા 361 બાળ-સહજ આંગણવાડી કેન્દ્રોનું ઉદ્ઘાટન કરશે. ₹800 કરોડના રોકાણ સાથેની આ પહેલથી 4 લાખથી વધુ લોકોને ફાયદો થશે.

પ્રધાનમંત્રી એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ પૂર્ણ થયેલા 521 પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં આશરે ₹4,950 કરોડનો કુલ પ્રોજેક્ટ ખર્ચ શામેલ છે. આ પ્રોજેક્ટ્સમાં કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ અને કોલ્ડ ચેઇન્સ, વેરહાઉસીસ, સાયલો, પોલીહાઉસીસ અને ગ્રીનહાઉસીસ, સંકલિત પ્રાથમિક અને ગૌણ પ્રોસેસિંગ સુવિધાઓ અને પ્રાથમિક પ્રોસેસિંગ કેન્દ્રોનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી સનાદર ખાતે બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણનું ઉદ્ઘાટન કરશે અને પાલનપુર ખાતે અલ્ટ્રા-હાઇ-ટેમ્પરેચર (UHT) પ્રોડક્ટ્સ માટે ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રિટ્રીવલ સિસ્ટમ (ASRS) દેશને સમર્પિત કરશે.

પ્રધાનમંત્રી અમદાવાદ (સાબરમતી)-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી MEMU ટ્રેન સેવાઓને લીલી ઝંડી બતાવીને રેલ કનેક્ટિવિટી મજબૂત કરશે.

પ્રધાનમંત્રી પીએમ-કિસાનનો 24મો હપ્તો રિલીઝ કરશે, જેની રકમ ₹19,000 કરોડ છે, જે દેશભરના ખેડૂતોને સતત નાણાકીય સહાય પૂરી પાડશે. તેઓ 12 મંજૂર થયેલા હોર્ટીકલ્ચર ક્લસ્ટર્સ હેઠળ જમીન પરની પ્રવૃત્તિઓની શરૂઆત પણ ચિહ્નિત કરશે. આશરે 1.46 લાખ હેક્ટર વિસ્તારને આવરી લેતા આ ક્લસ્ટરોથી 1.3 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થવાની અપેક્ષા છે. ઉત્તર ગુજરાતના બે ક્લસ્ટરો બટાકા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

એકતા નગરમાં પ્રધાનમંત્રી

30 ઓક્ટોબરે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે, પ્રધાનમંત્રી એકતા નગર ખાતે ‘ભારત પર્વ 2026’ નું ઉદ્ઘાટન કરશે. ભારતની સાંસ્કૃતિક વારસા અને રાષ્ટ્રીય એકતાની ઉજવણી તરીકે તથા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાનું પ્રતિક તરીકે કલ્પના કરવામાં આવેલ આ મહોત્સવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની વિશિષ્ટ પરંપરાઓ, લોક પ્રદર્શનો, પ્રાદેશિક વાનગીઓ, હસ્તકળા અને પ્રવાસન આકર્ષણો પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરો પાડશે. આ ઉત્સવથી એકતા નગર અને આસપાસના સ્થળોએ પ્રવાસનને વેગ મળવાની અપેક્ષા છે. તે 15 નવેમ્બર 2026 સુધી ચાલુ રહેશે.

પ્રધાનમંત્રી ‘એકતા પ્રકાશ પર્વ’ ના સાક્ષી બનશે, જે ભારતની એકતા, વિવિધતા, સાંસ્કૃતિક વારસા અને પ્રગતિની ઉજવણી કરતો લાઇટિંગ ઉત્સવ છે. આ મહોત્સવ થીમેટિક ઇલ્યુમિનેશન અને લાઇટિંગ ડિસ્પ્લે દ્વારા એકતા નગરમાં નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપે છે. તેના બે મુખ્ય આકર્ષણો છે. ‘પ્રાચીન ભારતથી આધુનિક ભારત’ થીમ પર આધારિત 530 મીટર લાંબો વેલી ઓફ ફ્લાવર્સ રોડ ઇલ્યુમિનેશન ભારતની રાષ્ટ્રીય ઓળખ, સભ્યતા, મહિલા સશક્તિકરણ, સુરક્ષા દળો, ટેકનોલોજી, યોગ અને બાળકો માટેની કાલ્પનિક દુનિયા દર્શાવે છે. 180 મીટર લાંબો ગ્લો ટનલ, જેની થીમ ‘ભારતની વિવિધતામાં એકતા’ છે, તે ભારતના ચાર પ્રદેશોની સંસ્કૃતિ, સ્થાપત્ય, લોકનૃત્યો, હસ્તકળા અને જીવનશૈલીનો વૉકથ્રૂ અનુભવ પૂરો પાડે છે. આ પ્રદર્શનોમાં 1.5 કરોડથી વધુ LED લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં દેશના વિવિધ ભાગોના કલાકારો દ્વારા કલાકૃતિઓ બનાવવામાં આવી છે.

31 ઓક્ટોબરે, પ્રધાનમંત્રી એકતા નગરમાં ₹400 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. ઉદ્ઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં સીવેજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફેકેડ લાઇટિંગ, નર્મદા ઘાટનું અપગ્રેડેશન, IRCTC હોટેલ, અને એકતા નગર ખાતે રેનફોરેસ્ટ, યુનિટી અને ઇકો ટ્રેલ વગેરેનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ગોરા-ભાનદ્રા રોડ ડેવલપમેન્ટ; સંકલિત ઝીરો વેસ્ટ સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ; ખાલવાણી ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ; કેક્ટસ અને બટરફ્લાય ગાર્ડન ખાતે સંકલિત વિકાસ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી 31 ઓક્ટોબર 2026 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

એકતા પરેડ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs), રાજ્ય પોલીસ દળો અને કેન્દ્રીય પોલીસ સંસ્થાઓની અનુશાસન, વ્યાવસાયિકતા, સાહસ અને સમર્પણનું પ્રદર્શન કરશે. આ વર્ષની પરેડ ડાબેરી ઉગ્રવાદ સામે લડવામાં સુરક્ષા દળોની સિદ્ધિઓ અને અગાઉ અસરગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ, સુરક્ષા અને વિકાસ તરફ થયેલા પરિવર્તન પર વિશેષ ભાર મૂકશે.

ઉજવણીનું એક મુખ્ય આકર્ષણ ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’ (NSD) દ્વારા આયોજિત ‘નક્સલ મુક્ત ભારત’ પરનું એક વિશેષ નાટ્ય પ્રદર્શન હશે, જેમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત 126 જિલ્લાના આશરે 2,000 કલાકારો ભાગ લેશે. નાટ્ય પ્રદર્શનો દ્વારા, કલાકારો આ વિસ્તારોના સમુદાયો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને શાંતિ, સુરક્ષા અને વિકાસ તરફની તેમની સફર રજૂ કરશે.

ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો ‘વંદે માતરમ્’ પર કેન્દ્રિત હશે, જે દેશભક્તિ, રાષ્ટ્રીય ગૌરવ અને સામૂહિક એકતાની ભાવનાને પ્રતિબિંબિત કરશે. આ ઝાંખીઓ લોકોની આકાંક્ષાઓ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાંસ્કૃતિક સમૃદ્ધિ તેમજ લોકોની વિકાસયાત્રાને પ્રદર્શિત કરશે.

સમગ્ર ભારતમાંથી આશરે 5,000 કલાકારોને આવરી લેતી એક ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ દેશની વિવિધ શાસ્ત્રીય અને લોક પરંપરાઓ, સંગીત, નૃત્ય અને કલાત્મક વારસાની ઉજવણી કરશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નર્મદા મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે
Next: ગુજરાતને બે નવી રેલ સેવાઓની ભેટ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • ટેક્સાસના BSC પરિવારના સદસ્યોની હાજરીમાં ગરબાની જામી જોરદાર રમઝટ
  • રિલાયન્સ ગ્રુપના IPO માટે રૂ. ૭,૫૦,૦૦૦,૦૦,૦૦,૦૦૦/-
  • ગુજરાતને બે નવી રેલ સેવાઓની ભેટ
  • પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નર્મદા મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.