નરેન્દ્ર મોદીજીના કાર્યક્રમોના સુચારુ આયોજન સંદર્ભે વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આજે તારી ખ 29ના રોજ ઊંઝા અને સિદ્ધપુર બ્લોકની સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓના પ્રમુખશ્રી ,મંત્રીશ્રીઓ, સભાસદશ્રીઓ તથા ડેરીના પ્રતિનિધિઓ અને સહકારી આગેવાનો સાથે આગામી તા. 30 અને 31 ઓક્ટોબરના રોજ યોજાનારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના કાર્યક્રમોના સુચારુ આયોજન સંદર્ભે વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં તા. 30 ઓક્ટોબરના રોજ યોજાનારા ‘પીએમ કિસાન સન્માન નિધિ’ કાર્યક્રમ તથા તા. 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનારી ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ કાર્યક્રમના જીવંત પ્રસારણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમોમાં વધુમાં વધુ પશુપાલકો, ખેડૂતો અને નાગરિકો સહભાગી બને તેમજ સ્થાનિક સ્તરે જરૂરી વ્યવસ્થાઓ સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે ઉપસ્થિત પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શ્રી સોમાજી ઠાકોર, શ્રી હરિભાઈ પટેલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી મહેશભાઈ દેસાઈ, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી વિજયસિંહ રાજપુત, શ્રી નરેન્દ્રભાઈ ચૌધરી, શ્રી અભૂજી ઠાકોર, શ્રી રવિભાઈ પટેલ અને શ્રી કનુજી ઠાકોર સહિત તાલુકા પંચાયતનો સ્ટાફ, ડેરીના પ્રમુખશ્રીઓ તથા મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
