Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ટેક્ષાસમાં, શ્રી ગોવર્ધનનાથજી મંદિર દ્વારા ત્રિસ્વરુપ મહોત્સવ

Chief Editor April 20, 2026
20 us1

ટેક્ષાસમાં, શ્રી ગોવર્ધનનાથજી મંદિર (Vaishnav Milan of Texas) દ્વારા આયોજિત આ ત્રિદિવસીય ત્રિ સ્વરુપ મહોત્સવ


અમેરિકાના McKinney ટેક્ષાસમાં, શ્રી ગોવર્ધનનાથજી મંદિર (Vaishnav Milan of Texas) દ્વારા આયોજિત આ ત્રિદિવસીય ત્રિ સ્વરુપ મહોત્સવ નોર્થ ટેક્સાસની ધરતી પર પ્રથમવાર અદ્વિતીય ભવ્યતા, અધ્યાત્મિક ગૌરવ અને અપરંપાર ભક્તિરસ સાથે ઉજવવામાં આવ્યો હતો. માત્ર પાંચ મહિના પહેલાં એક જ પરિવારના યોગદાનથી વૈષ્ણવો માટે સ્થાપિત થયેલ આ પાવન મંદિર આશરે ૨.૫ એકર વિસ્તારમાં અને ફક્ત પાંચ માસમાં વિસ્તરેલું છે, જ્યાં સેવ્ય યૂગલ સ્વરૂપ સાથે શ્રી વલ્લભપ્રભુજીની પાવન ઉપસ્થિતિ સમગ્ર પરિસરને વધુ દિવ્યતા અર્પે છે.
વિશેષ પાવન ક્ષણ એ રહી કે પૂજ્ય ગો.૧૦૮ શ્રી કુન્જેશકુમારજી મહોદય દ્વારા ભારતમાંથી શ્રી ગિરિરાજજી સ્વરૂપની પધરામણી અને સ્થાપના કરવામાં આવી—જે નોર્થ ટેક્સાસમાં પ્રથમવાર ગિરિરાજજીના આ દિવ્ય સ્વરુપ ની પધરામણી છે. યમુના નિકુંજનું પવિત્ર પરિસર જાણે વ્રજ સમાન દિવ્ય અનુભૂતિથી ધબકતું હતું, જ્યાં દરેક શ્વાસમાં ભક્તિ અને દરેક પળમાં પરમાત્માની સાન્નિધ્યનો સ્પર્શ અનુભવાતો હતો.

Join Our WhatsApp Group

 


પ્રથમ દિવસે શ્રીમદ વલ્લભાચાર્યજી પ્રાગટ્ય મહોત્સવ, મંદિર પાટોત્સવ અને નંદ મહોત્સવની ઉજવણી , વલ્લભ ગુણગાન વચનામૃત, અલૌકિક દર્શન અને હર્ષોત્સવના અદભુત સંગમ રૂપે ઉજવાયો. ઠાકોરજીના અતિ સુશોભિત, મનોહર અને ચિત્તાકર્ષક શ્રૃંગારે ભક્તોના અંતરમનમાં અવિરત આનંદધારા વહાવી દીધી. મંગલમય કીર્તનો, ગૂંજનાર સ્તુતિઓ અને ભાવપૂર્વકની સેવાઓએ સમગ્ર વાતાવરણને પરમ પાવનતા અને ચૈતન્યથી પરિપૂર્ણ બનાવી દીધું.
દ્વિતીય દિવસે યમુનાજી ગુણગાન પ્રસાદ વચનામૃતઅને યમુના નિકુંજમાં પુલિન કંદરા જેવા અદ્વિતીય અને આધ્યાત્મિક મનોરથ , ફુલોની હારમાળા, યમુના નિકુંજ માં મોરના ટહુકા , યમુનાજીની કંદરાની અનુભૂતિ યુક્ત કાર્યક્રમે ભક્તિને નવી ઊંચાઈઓએ પહોંચાડી.

 


ભક્તજનોના નિષ્ઠાભર્યા ભાવ, સમર્પણ અને શ્રદ્ધાએ યમુનામૈયાની કૃપાવર્ષાને આમંત્રિત કરી. સમગ્ર પરિસરમાં શાંતિ, પવિત્રતા અને દિવ્ય સ્પંદનોની એવી અનુભૂતિ થતી હતી કે દરેક આત્મા જાણે પરમાત્મા સાથે એકરૂપ થઈ ગઈ હોય તેવી અનુભૂતિ થતી હતી.

 


ત્રીજા દિવસે શ્રી ગોવર્ધનનાથજી પ્રાગટ્ય કથા, ગિરિકંદરા મનોરથ , ગૌચારણ લીલા અને અંત્રે સ્થાપિત ગિરિ ગોવર્ધન પર સમગ્ર નોર્થ ટેક્ષાસમાં પ્રથમ જ વાર શ્રી કુંજેશકુમારજીના હસ્તે , ભારતથી પધરાવી લાવેલ શ્રી ગિરિરાજ જીના અલૌકિક સ્વરુપ ની સ્થાપના એ ઈતિહાસ રચી દીધો, ઢોલ, નગારા અને કિરતન ની ધૂન સાથે વાજતે ગાજતે ગિરિરાજ બાવાને પધરાવી તેનો પુષ્ટિ આવિર્ભાવ થયો,આ વૈભવી, અલંકારિક અને અતિ દિવ્ય શ્રૃંગારના દર્શને વૈષ્ણવો ને આધ્યાત્મિક પરમાનંદની પરાકાષ્ઠા સુધી પહોંચાડી દીધા.


અત્રે હાજર રહેલ દરેક વૈષ્ણવે કોઇ પણ જાતની ન્યોછાવર આપ્યા વિના દૂધનો અભિષેક કરી આ દિવ્ય ઉત્સવ ના સાક્ષી બન્યા.વિવિધ રંગોના ડ્રેસ કોડ દ્વારા સમગ્ર ઉત્સવને સૌંદર્ય, એકતા અને આનંદના અદ્વિતીય રંગોમાં રંજિત કરવામાં આવ્યો, જે ભક્તિ અને ઉમંગનો જીવંત ઉત્સવ બની રહ્યો.ત્રણેય દિવસ ગો.શ્રી કુંજેશકુમારજીનુ સાન્નિધ્ય અને સાક્ષી રહી.
આ સમગ્ર મહોત્સવ દરમિયાન સુવ્યવસ્થિત આયોજન, ભાવભર્યા સેવા કાર્ય અને પ્રસાદીની દિવ્ય વ્યવસ્થાએ દરેક ભક્તના હૃદયમાં અવિસ્મરણીય છાપ મૂકી. વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસ અને વૈષ્ણવ સમાજ ઓફ ડલાસના આયોજકોના અખંડ સમર્પણ, નિષ્ઠા અને પરિશ્રમને સહૃદય વંદન. આવા પાવન પ્રસંગો જીવનમાં ભક્તિ, શાંતિ અને પરમ આનંદના સત્ય તત્વનો બોધ કરાવે છે અને આત્માને ઠાકોરજીની અખંડ કૃપાધારા સાથે અવિચ્છિન્ન રીતે જોડે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: TCS જેવી ઘટના નાગપુરમાં: NGO ચીફ રિયાઝ ફાઝિલ HR હેડને બળજબરીથી ગળે લગાવી, માથા પર ચુંબન કરતો
Next: ભાજપના સાંસદ દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના આગામી હાઈ કમિશનર બનશે
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.