Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

એપેરલ પાર્ક ડેપો ખાતે ‘મંગલમ કેન્ટીન’

Chief Editor August 17, 2026
17-8 Man2

આઝાદીના પર્વે આત્મનિર્ભરતાનો સંદેશ: અમદાવાદના એપેરલ પાર્ક ડેપો ખાતે ‘મંગલમ કેન્ટીન’નો શુભારંભ

ગોપી સખી મંડળના પૂનમબેન અને સ્વસહાય જૂથના સભ્યો કરશે ‘મંગલમ કેન્ટીન’નું સફળ સંચાલન
—–
રાજ્યભરમાં ૩૦૦ જેટલી ‘મંગલમ કેન્ટીન’ કાર્યરત: ૧,૭૦૦થી વધુ મહિલાઓને માસિક રૂ. ૧૦ હજારથી લઈને રૂ. ૩૦ હજાર સુધીની આવક


—–
અમદાવાદના ગોમતીપુર સ્થિત ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એપેરલ પાર્ક ડેપો ખાતે આઝાદીના પાવન પર્વ તા. ૧૫ ઓગસ્ટના રોજ મહિલા સશક્તીકરણની એક નવી અને પ્રેરણાદાયી શરૂઆત થઈ છે. ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ના સંયુક્ત ઉપક્રમે ‘મંગલમ કેન્ટીન’નો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ કેન્ટીનનું સંપૂર્ણ સંચાલન નાંદેજ ગામના ગોપી સખી મંડળના શ્રી પૂનમબેન પીયુષભાઈ પરમાર અને અન્ય પાંચ મહિલા સ્વસહાય જૂથોના સભ્યો દ્વારા કરવામાં આવશે, જે નારી શક્તિને રોજગારી અને સ્વરોજગારીની સુવર્ણ તકો પૂરી પાડશે. મહિલાઓની આર્થિક આત્મનિર્ભરતા અને સામાજિક સશક્તીકરણની દિશામાં આ પહેલ એક મજબૂત કદમ પુરવાર થશે.

જ્યારે સમગ્ર દેશ સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્રની આઝાદીનો હર્ષોલ્લાસ મનાવી રહ્યો છે, ત્યારે આ મહિલા સ્વસહાય જૂથના સભ્યો માટે એ દિવસ આર્થિક આઝાદીના એક નવા યુગની શરૂઆત બની છે. પોતાના અથાક પરિશ્રમ, ઉત્કૃષ્ટ કૌશલ્ય અને સાહસના બળે આ મહિલાઓ સફળતાપૂર્વક વ્યવસાયનું સંચાલન કરીને આત્મનિર્ભરતાની એક નવી દિશા કંડારશે.

ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહિડાના નેતૃત્વમાં ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા રાજ્યની ગ્રામીણ મહિલાઓને આજીવિકાની નવી તકો સાથે જોડીને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં પ્રારંભ કરાયેલી ‘મંગલમ કેન્ટીન’ એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પહેલ છે, જેનાથી મહિલા સ્વસહાય જૂથોને વ્યવસાય સંચાલન, આવક સર્જન અને સીધા બજાર સાથે જોડાવાની ઉત્કૃષ્ટ તક પ્રાપ્ત થઈ રહી છે.

GLPC અને GMRCનો આ સંયુક્ત સહયોગ માત્ર નારી સશક્તીકરણ પૂરતો સીમિત ન રહેતાં, સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિકતા અને સ્વરોજગારને વેગ આપી ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવાનો એક સશક્ત પ્રયાસ પણ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં હાલ આવી ૩૦૦ જેટલી કેન્ટીન સફળતાપૂર્વક કાર્યરત છે, જેના થકી ૧,૭૦૦થી વધુ મહિલાઓને સીધી રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. કેન્ટીનના કદ અને વ્યવસાય મુજબ સ્વસહાય જૂથની બહેનોને માસિક રૂ. ૧૦ હજારથી લઈને રૂ. ૩૦ હજાર સુધીની આવક મળી રહી છે, જે તેમના આર્થિક સ્વાવલંબનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

આ પ્રસંગે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જોઈન્ટ એમ.ડી. શ્રી સંજય ગુપ્તા તથા ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડના જોઈન્ટ એમ.ડી. શ્રીમતી શોભના વર્મા સહિત GLPC અને GMRCના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: દેશભક્તિનો રંગ, આણંદ બન્યું તિરંગામય
Next: શિકાગોમાં ભારતના 80 મા સ્વાતંત્ર્ય ડે ની હર્ષોલાશ સાથે કાર રેલી
Follow

Recent Posts

  • રેલ પ્રબંધકે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, ઉત્કૃષ્ટ રેલ કર્મચારીઓને કર્યા સન્માનિત
  • હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદ મંડળમાં તિરંગા રેલીનું આયોજન
  • ‘ઓપરેશન સેવા’: આરપીએફ અમદાવાદે બે સગીર છોકરીઓને સુરક્ષિત બચાવી
  • શિકાગોમાં ભારતના 80 મા સ્વાતંત્ર્ય ડે ની હર્ષોલાશ સાથે કાર રેલી
  • એપેરલ પાર્ક ડેપો ખાતે ‘મંગલમ કેન્ટીન’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.