Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

આંબલિયાસણ-વિજાપુર-આદરજ મોટી-ગાંધીનગર રેલવે સેક્શનનું નિરીક્ષણ

Chief Editor July 25, 2026
26 r1

ડીઆરએમ અમદાવાદ એ મુશળધાર વરસાદ વચ્ચે આંબલિયાસણ-વિજાપુર-આદરજ મોટી-ગાંધીનગર રેલવે સેક્શનનું બપોરે 3 કલાકથી પરોઢના 4 કલાક સુધી વિગતવાર નિરીક્ષણ કર્યુ

ગુજરાતમાં સતત થઈ રહેલા મુશળાધાર વરસાદ વચ્ચે પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ યાત્રી સુરક્ષા અને સુરક્ષિત રેલવે સંચાલન સુનિશ્ચિત કરવા માટે સમગ્રપણે સતર્ક અને સક્રિય છે. આ જ ક્રમમાં મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશ એ 24 જુલાઈના રોજ બપોરે 3.00 કલાકથી 25 જુલાઈ 2026 ના રોજ પરોઢીયે 4.00 કલાક સુધી સિનિયર અધિકારીઓની સાથે આંબલિયાસણ-વિજાપુર-આદરજ મોટી-ગાંધીનગર રેલવે સેક્શનનું સર્વગ્રાહી નિરીક્ષણ કરી વરસાદથી ઉતપન્ન પરિસ્થિતિઓનો સ્થળ પર જઈને વિગતવાર તાગ મેળવ્યો.

Join Our WhatsApp Group

 

લગભગ 13 કલાક ચાલેલા આ અવિરત નિરીક્ષણ દરમિયાન મંડળ રેલવે મેનેજરે રેલવે સેક્શનના વિવિધ સંવેદનશીલ સ્થળો, રેલવે ટ્રેક, પુલ-નાળાઓ, પાણી નિકાલની વ્યવસ્થા તથા 100 થી વધુ રોડ અંડર બ્રિજ (RUB), રોડ ઓવર બ્રિજ (ROB), અંડરપાસ અને સ્ટેશનોનું તળસ્પર્શી નિરીક્ષણ કર્યું. સતત થઈ રહેલા વરસાદ વચ્ચે તેમણે ગાધીનગરમાં આવેલ રોડ અન્ડર બ્રિજ (RUB) નું મધ્યરાત્રીમાં પણ નિરીક્ષણ કર્યું તથા પાણી ભરાવાની સ્થિતિ, ડ્રેનેજ સિસ્ટમની કાર્ય ક્ષમતા તથા સ્થાનિક રોડ ટ્રાફિક પર પડી રહેલી અસરની વિગતવાર આકારણી કરી.

શ્રી વેદ પ્રકાશ એ સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા કે પાણી નિકાલ માટે પમ્પિંગ વ્યવસ્થા અને રાહત કામ યુદ્ધસ્તર પર સતત ચાલુ રાખવામાં આવે, જેથી સામાન્ય નાગરિકો, રોડ ટ્રાફિક તથા રેલવે સેવાઓ પર કોઈપણ પ્રકારની પ્રતિકૂળ અસર ન પડે. તેમણે ચોમાસા દરમિયાન તમામ સુરક્ષા પરિમાણોનું કડકાઈથી પાલન કરવા તથા સંવેદનશીલ સ્થળોએ સતત દેખરેખ જાળવી રાખવાના પણ નિર્દેશ આપ્યા.

તેમણે કહ્યું કે પાણી ભરાવાની અથવા કોઈપણ સ્થિતિ પર તાત્કાલિક કાર્યવાહી સનિશ્ચિત કરવામાં આવે, જેનાથી યાત્રીઓની સુરક્ષા અને રેલવે સંચાલન પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે. તેમણે તમામ વિભાગના અધિકારીઓથી સંકલિત રૂપે કામ કરતાં દરેક સ્થિતિ પર સતત દેખરેખ રાખવા જણાવ્યું.
અમદાવાદ મંડળ દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખતાં તમામ સંવેદનશીલ સ્થળો પર 24X7 દેખરેખ રાખવામાં આવી રહી છે. રેલવેના એન્જિનિયરીંગ, સંચાલન, સિગ્નલ અને ટેલિકોમ, ઈલેક્ટ્રિક તથા અન્ય સંબંધિત વિભાગોની વિશેષ ટીમો સતત ફિલ્ડમાં તૈનાત અને કોઈપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.


અમદાવાદ મંડળ માટે યાત્રીઓની સુરક્ષા, સુરક્ષિત અને અવિરત રેલવે સંચાલન અને સામાન્ય નાગરિકોની સુવિધા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ચોમાસા દરમિયાન તમામ સાવચેતીના પગલાં, પાણી નિકાલ અને રાહત કામ સતત યુદ્ધસ્તરે ચાલુ જ રહેશે.
*****

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: GPSC: 26 જુલાઈની વર્ગ-1 અને વર્ગ-2ની પ્રિલિમિનરી પરીક્ષાઓ મોકૂફ, નવી તારીખ જાહેર થશે
Next: KADVA PATIDAR SAMAJ CHICAGO
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.