Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમેરીકાના કેલિફોર્નિયાના ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલના સભ્યોએ યોજી ‘ સેન ડિઆગો સફારી પાર્ક ‘  મુલાકાત..

Chief Editor February 19, 2024
19-2 us2

બૃહદ લોસ એન્જેલસ વિસ્તારના ‘ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ’ (શચ) ના ગુણવંતભાઈ પટેલના જણાવ્યા મુજબ ગૃપના કેટલાક સભ્યો શનિવાર તા. ૧૭ ફેબ્રુઆરીના રોજ ‘સેન ડીઆગો સફારી પાર્ક’ની મુલાકાતે જઈ આવ્યા. સૌ પોતાના વાહનો દ્વારા સવારે ૯ઃ૦૦ કલાકે લાંબી સફર કાપી કાઉન્ટીના એસ્કાન્ડીડો (સેન ડિઆગો ) નગર વિસ્તારમાં આવેલ ‘ સેન ડિઆગો સફારી પાર્ક ’ ખાતે પહોંચ્યા હતા. વાતાવરણ ભેજવાળુ, ઠંડુ અને વાદળછાયુ હોવા છતાં ખૂબ જ વિશાળ સંખ્યામાં લોકોનો ધસારો હતો. સમગ્ર ફેબ્રુઆરી માસ વરિષ્ઠ નાગરિકો માટે નિશુલ્ક પ્રવેશ હોઈ જ્યાં ત્યાં વૃદ્ધજનો જ નજરે પડતા હતા.

નાના ડુંગરાઓ અને ટેકરીઓ વાળા ૧૮૦૦ એકરમાં ફેલાયેલા વિશાળ પાર્કમાં ૩૦૦૦ પ્રાણીઓ ઉપરાંત વિવિધ વનસ્પતિ તથા અનેક પ્રકારનાં વૃક્ષો પર્યટકોના મનને આનંદથી ભરી દેતાં હતાં. આ અતિ વિશાળ પ્રાણી સંગ્રહાલયમાં ૪૦૦ થી ૬૦૦ જેટલા કામદારો કાર્યરત હોય છે. નાની મોટી અનેક પેસેન્જર સફારીઓ પર્યટકોને સમગ્ર પાર્કમાં સતત ફેરવતી જ રહે છે. પાર્કની માવજત માટે વનસ્પતિવિદો પણ અહીં સતત કાર્યરત હોય છે.અહીં જ વિશ્વની સૌથી મોટી વેટર્નરી હોસ્પિટલ પણ આવેલી છે જે પ્રાણીઓના આરોગ્યની પણ સતત કાળજી રાખે છે.


સફારી રાઈડ મારફતે જ ગ્રુપના સભ્યોએ અલ્પાહાર કરતાં કરતાં સમગ્ર સફારી પાર્કના તમામ પ્રાણીઓનું અવલોકન કર્યુ હતું. છ કલાકના સમય વિતાવ્યા બાદ અંતમાં કુદરતી સાનિધ્યમાં સૌએ સહિયારું લંચ માણ્યું હતું. અને અમુક સભ્યોએ ગરબા પણ રમીને આનંદ કર્યો હતો . અંતમાં પરત ફરતાં રસ્તામાં સૌએ ચ્હા કોફીને ન્યાય આપ્યો હતો.સમગ્ર રીતે સફારી પાર્કની મુલાકાત રોમાંચક બની રહી હતી.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

( તસ્વિર:- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: USA Gujarti Samaj News

Post navigation

Previous: પ્રેમ, શાંતિ અને સદભાવનાનું વાતાવરણ સર્જાય એ માટે બ્રહ્માકુમારીઝ નિરંતર પ્રયત્નરત : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
Next: અમદાવાદ-ગાંધીનગરના કર્મયોગીઓ અને સચિવાલયમાં પોતાના કામકાજ માટે આવતા સામાન્ય નાગરિકોને મળશે નવી ૭૦ એસ.ટી. બસ સેવાઓનો લાભ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.