Supreme Court | દેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે સુપ્રીમ કોર્ટે (Supreme Court) એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, મતદાન કરવું (Voting) કે ચૂંટણી લડવી (Contesting Election) એ નાગરિકનો મૌલિક અધિકાર (Fundamental Right) નથી, પરંતુ તે એક કાયદાકીય અધિકાર (Statutory Right) છે.
ન્યાયાધીશોની બેન્ચે શું કહ્યું? જસ્ટિસ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે (Bench) જણાવ્યું કે, આ અધિકારો માત્ર કાયદામાં આપેલી જોગવાઈઓ મુજબ જ લાગુ પડે છે. ચૂંટણી લડવાનો અધિકાર ઉમેદવારની યોગ્યતા (Eligibility) અને પાત્રતાની શરતોને આધીન હોય છે. જો કોઈ કાયદાકીય રીતે અયોગ્ય ઠરે, તો તે ચૂંટણી લડવાનો દાવો કરી શકતું નથી.
રાજસ્થાનના કેસમાં આવ્યો ચુકાદો આ મામલો રાજસ્થાનના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (Milk Producers Cooperative Union) ની ચૂંટણીના નિયમો સાથે જોડાયેલો હતો. આ સંઘ રાજસ્થાન સહકારી સમિતિ કાયદા, 2001 (Rajasthan Cooperative Societies Act) હેઠળ કાર્ય કરે છે. આ કેસમાં ઉમેદવારી માટે લઘુત્તમ દૂધ પુરવઠો અને ઓડિટ (Audit) જેવા માપદંડો નક્કી કરાયા હતા, જેને કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા.
અગાઉ રાજસ્થાન હાઈકોર્ટે (High Court) અમુક પેટા નિયમો રદ કર્યા હતા, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે લોકશાહીના આ અધિકારોની કાયદાકીય મર્યાદા સ્પષ્ટ કરી છે.
Gujarat Weather Update: ભારતભરમાં અત્યારે હવામાનના બેવડા મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ સક્રિય થયેલ…
Gujarat Weather Update: | ગુજરાતમાં હવે ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ (IMD)…
Iran US Peace Talks | પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ (Islamabad) માં આયોજિત અમેરિકા અને ઈરાન વચ્ચેની હાઈ-પ્રોફાઈલ…
મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલતા તણાવ વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષા (Energy Security) માટે એક…
Asha Bhosle Health Update | ભારતીય સંગીત જગતના લેજન્ડરી (Legendary) ગાયિકા આશા ભોંસલેની (Asha Bhosle) તબિયત…
વિશ્વ મંચ પર શાંતિદૂત બનવાનો ડોળ કરતા ચીન (China) નો અસલી ચહેરો અમેરિકી ગુપ્તચર અહેવાલોએ…