World

મધ્ય-પૂર્વ સંકટ: રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનની એન્ટ્રી, અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર

અમેરિકા (USA) અને ઈરાન (Iran) વચ્ચે ચાલી રહેલા તણાવને ડામવા માટે હવે રશિયાએ (Russia) પહેલ કરી છે. પાકિસ્તાન (Pakistan) ના ઈસ્લામાબાદમાં (Islamabad) યોજાયેલી શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) બંને દેશો વચ્ચે મધ્યસ્થી (Mediation) કરવાની ઓફર આપી છે. પુતિને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશકિયાને ફોન કરીને આખા વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે રશિયાની તત્પરતા વ્યક્ત કરી છે.

ઈસ્લામાબાદ (Islamabad) મંત્રણા કેમ નિષ્ફળ રહી? અમેરિકા અને ઈઝરાયેલે (Israel) 28 ફેબ્રુઆરીથી ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા, જે બાદ 8 એપ્રિલે યુદ્ધવિરામ (Ceasefire) જાહેર થયો હતો. આ યુદ્ધવિરામને કાયમી બનાવવા માટે પાકિસ્તાનમાં શનિવાર અને રવિવારે (તા. 11-12) સતત 21 કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા જેવી બેઠકો ચાલી હતી. જોકે, ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામ (Nuclear Program) મુદ્દે વિવાદ થતા આ મંત્રણા કોઈ પરિણામ વગર પૂરી થઈ છે.

ઈરાનનો અમેરિકા પર અવિશ્વાસ ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબફે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું કે અમેરિકા ઈરાનનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, “અમે ડિપ્લોમેસીમાં (Diplomacy) માનીએ છીએ, પણ દેશના અધિકારો માટે સૈન્ય લડત અને નેશનલ ડિફેન્સ (National Defense) ક્ષમતા વધારવાનું ચાલુ રાખીશું.” હવે જોવાનું એ રહેશે કે પુતિનની આ મધ્યસ્થીની ઓફર મધ્ય-પૂર્વમાં (Middle East) ફરી શાંતિ લાવી શકે છે કે નહીં.

Chief Editor

Recent Posts

સુરેન્દ્રનગર હાઈવે પર કાળમુખો ટ્રકે 10 પદયાત્રીઓને કચડ્યા, સાતના મોત

ગુજરાતના હાઈવે પર અકસ્માતનો (Accident) સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર…

4 hours ago

ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ભડકો: અમેરિકા-ઈરાન મંત્રણા નિષ્ફળ જતાં ભાવ 100 ડોલરને પાર

વૈશ્વિક સ્તરે ફરી એકવાર આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે. પાકિસ્તાનના (Pakistan) ઈસ્લામાબાદમાં (Islamabad) 21 કલાક…

4 hours ago

ઈરાનની અમેરિકાને ખુલ્લી ધમકી: ‘પેટ્રોલના (Petrol) સસ્તા ભાવની મજા માણી લો, ટૂંક સમયમાં ભાવ આસમાને પહોંચશે’

અમેરિકા (USA) અને ઈરાન (Iran) વચ્ચેનો તણાવ હવે ગંભીર સ્તરે પહોંચી ગયો છે. પાકિસ્તાન (Pakistan)…

4 hours ago

મે મહિનામાં ગુજરાતમાં ‘ધૂળની ડમરીઓ’ની સાથે વાવાઝોડાની ભીતિ, અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Weather Update: ભારતભરમાં અત્યારે હવામાનના બેવડા મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ સક્રિય થયેલ…

1 day ago

ગુજરાતમાં 17 એપ્રિલ સુધી ‘યલો એલર્ટ’ જાહેર, પારો 41 ડિગ્રીને પાર જવાની શક્યતા

Gujarat Weather Update: | ગુજરાતમાં હવે ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ (IMD)…

1 day ago

ઈરાન-અમેરિકા વચ્ચેની 21 કલાકની શાંતિ મંત્રણા નિષ્ફળ: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના વાદળો, જેડી વેન્સની કડક ચેતવણી

Iran US Peace Talks | પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ (Islamabad) માં આયોજિત અમેરિકા અને ઈરાન વચ્ચેની હાઈ-પ્રોફાઈલ…

1 day ago